Placeholder canvas

વાંકાનેર: અદેપરની સીમમાં જંગલી પ્રાણીએ પાડીનું મારણ કર્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા અદેપર સીમ વિસ્તારમાં હિંસક પ્રાણીઓની અવરજવરની હાજરીને પુષ્ટિ આપતો બનાવ પ્રકાશ પ્રકાશમાં આવ્યો છે. જેમાં બે દિવસ પહેલા અદેપર ગામની સીમ વિસ્તારમાં કોઇ હિંસક જંગલી પ્રાણીએ એક નાની પાડીનો માથાના ભાગેથી કાન પાસેથી લોહી ચૂસી મારણ કર્યું હતું. તેમજ ગત રાત્રે પણ આ હિંસક પશુઓના ખેત વિસ્તારોમાં પગના સગડો જોવા મળ્યા હોવાથી સીમ વિસ્તારમાં રહેતા ખેત મજૂરોના જીવ પડીકે બંધાયા છે. અને મજૂરો અને તેના પરિવારમાં ભારે ગભરાહટ જોવા મળી રહ્યો છે.

જાણકારોના મતે આ હિંસક પ્રાણીઓ સાતનાર હોવાની પૂરી શક્યતાઓ રહેલી છે. સાતનાર એ અતિ દુર્લભ પ્રજાતિ છે પરંતુ વાંકાનેર વિડી વિસ્તારમાં ખુબ મોટી સંખ્યામાં તેમની હાજરી રહેલી છે. વાંકાનેરના જંગલી પ્રાણીઓના રહેણાંક વિસ્તારનિ આસપાસ હાલ પવનચક્કીઓના પ્રોજેક્ટ આવી રહ્યા હોવાથી જંગલી પ્રાણીઓને પોતાનો રહેણાંક વિસ્તાર છોડી અન્ય સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડતી હોય, આ જંગલી પશુઓ પોતાની નવી જગ્યાની શોધમાં જઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે અદેપર ગામે ક્યાં જંગલી હિંસક પ્રાણીએ પાડીનું મારણ કર્યું તે અંગે ચોકસસ વિગતો મળી નથી. પરંતુ અદેપર ગામે જંગલી હિંસક પ્રાણીની અવરજવરથી મજૂરોમાં ભારે ફફળાટ વ્યાપી ગયો છે. તેથી, ફોરેસ્ટ વિભાગ આ મામલે સઘન તપાસ કરે તે જરૂરી છે.

આ સમાચારને શેર કરો