skip to content

વાંકાનેર: વિજ્ઞાન મેળામા પંચાશિયા હાઇસ્કુલે વિભાગ 3માં પ્રથમ નંબર મેળવ્યો

વાંકાનેર: તાજેતરમાં યોજાયેલા વિજ્ઞાન મેળામાં અલગ અલગ 5 વિભાગમાં 37 સ્કૂલોએ ભાગ લીધો હતો આ વિભાગમાંથી વિભાગ-3 માં વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે આવેલી પંચાસીયા હાઇસ્કુલની કૃતિએ પ્રથમ નંબર મેળવેલ છે, હવે તા 27 ના રોજ હળવદ ખાતે જિલ્લા કક્ષાએ આ કૃતિ ભાગ લેવા જશે.

આ વિજ્ઞાન મેળામાં વિભાગ-3 માં (વ્યવસ્થાપન સંસાધન)વિભાગમાં પંચાસીયા સ્કૂલના વિદ્યાર્થીઓ એવી કૃતિ રજુ કરી હતી કે પાણીનો ટાંકો મોટર થી ભરવામાં આવતો હોય અને એ ટાંકો પૂરો ભરાઈ જાય ત્યારે મોટર ઓટોમેટિક બંધ થઈ જાય છે. જેથી પાણી છલકાવા નો પ્રશ્ન રહેતો નથી અને પાણીનો બગાડ પણ થતો નથી સાથોસાથ ઉર્જાની પણ બચત થાય છે. એ જ રીતે આ પાણીનાં ટાંકામાંથી પાણીનો વપરાશ થાય અને પાણીના ટાંકામાં પાણી ઓછું થાય ત્યારે ઓટોમેટીક મોટર ચાલુ થઈ જાય છે અને અધૂરો થયેલો પાણીનો ટાંકો પાછો ભરાઈ જાય છે. અને ફરી પાછી મોટર ઓટોમેટિક બંધ થઈ જાય છે. આમ ઉપરના ટાંકામાં કેટલું પાણી છે? તે જોવાનો પ્રશ્ન રહેતો નથી. આ કૃતિમાં વિષય સારી સગવડતાની સાથે પાણીનો અને ઊર્જાનો બગાડ થતો અટકાવવા નો છે. આ કૃતિ સ્કૂલના વિજ્ઞાન શિક્ષક આઈ.એચ. ખોરજીયા અને આચાર્ય એ.એમ. માથકીયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ પાટડીયા ચેતના સુરેશભાઈ અને માથાકિયા સુજાના ઇબ્રાહિમભાઈએ તૈયાર કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે વાંકાનેર તાલુકાની પંચાસીયા હાઇસ્કુલ ટ્રસ્ટ સંચાલિત હાઇસ્કુલ છે અને એ વાંકાનેર તાલુકાની ટ્રસ્ટ દ્વારા સંચાલિત સૌપ્રથમ હાઇસ્કુલ શરૂ થઇ હતી. જે તે સમયે પંચાસીયા ગામના વડીલ આગેવાનો અમી જલાલ બાદી, મામદ વલી માથકીયા (ડાડા),અલાલાદી માસ્તર તથા ગામના અન્ય વડિલોએ તમામે સાથે મળીને ગામના બાળકોને સ્થાનિક કક્ષાએ સારુ શિક્ષણ મળે તેવા હેતુથી ઊભી કરી હતી. આજ સ્કૂલના કારણે પંચાસીયા ગામ એ તાલુકા નું સૌથી શિક્ષિત ગામ કહેવાયું અને આ ગામમાંથી સૌથી વધારે નોકરિયાતો પણ જોવા મળે છે. ગામના ઓછા શિક્ષિત હોવા છતાં આ વડિલોએ શિક્ષણનું મહત્વ સમજીને નવી પેઢીને સારા શિક્ષણ આપવા માટે જે પ્રયત્નો કર્યા તેમના ખૂબ સારા પરિણામો પણ મળ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ જ સ્કુલ ખૂબ સારી રીતે ચાલી, ખૂબ સારા પરિણામો મળ્યા, પરંતુ અમુક વર્ષો બાદ આ સ્કુલ તાલુકાની સૌથી નબળી સ્કુલનું બિરુદ પણ મળ્યું….!!! કેમકે આ શાળા સતત કેટલાક વર્ષો શૂન્ય ટકા પરિણામ અથવા તો 10 ટકાથી ઓછું પરિણામ આવવા લાગ્યુ. જેમના કારણે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ અને એવા જ અરસામાં ભુકંપ આવ્યો અને સ્કૂલ નું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું પરિણામ સ્વરૂપ આ સ્કુલ બંધ પણ થઈ ગઈ….!!

આ ગામના વડીલ લોકોએ માહિતી આપી કે બંધ થયેલી આ શાળાને આજ સ્કૂલના એક વિદ્યાર્થી હુસેનભાઇ શેરસીયાએ પુનર્જીવિત કરવામાં પ્રયત્નો કર્યા અને તેમાં સફળતા પણ મેળવી. આ સ્કુલ પુનર્જીવિત થયા પછી આ સ્કુલમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું અને માત્ર માધ્યમિક સુધીના કાર્યક્ષેત્રને ઉચ્ચ માધ્યમિક સુધી લઈ જવામાં આવ્યું પરિણામે ગામના ગરીબ ઘરો ના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને દીકરીઓ ગામમાં જ ધોરણ ૧૨ સુધીનું ફ્રીમાં શિક્ષણ મળતા આવા વિદ્યાર્થીઓ માટે આ પુનર્જીવિત થયેલ સ્કૂલ આશીર્વાદરૂપ બની તેમજ સ્કૂલ નું પરિણામ સારું આવતા બીજા વિદ્યાર્થીઓની પણ સંખ્યા આવવા લાગી અને હાઈસ્કૂલનું વ્યવસ્થિત કાર્ય શરૂ થયું.

ત્યારે ગામના અમુક લોકોએ આ સ્કૂલના મેનેજમેન્ટ સામે વાંધો લઈને રજૂઆતો કરી અને મામલો છેક હાઈકોર્ટમાં પણ પહોંચ્યો પરંતુ હાઈકોર્ટે પણ આપ પુનર્જીવિત કરનાર મેનેજમેન્ટની ફેવરમાં ચુકાદો આપ્યો એવી માહિતી ગામલોકોએ અને મેનેજમેન્ટ એ આપી છે.

અને હાલ આ સ્કુલનો એક એવો વિદ્યાર્થી જેવો એક પગ એક્સીડન્ટમાં ગુમાવી ચૂક્યા છે. તેવા હેન્ડીકેપ આ સ્કુલના વિદ્યાર્થી હુશેનભાઇ સહયોગના દઢ મનોબળ સાથે જબર લડત કરીન આ સ્કૂલ પુનર્જીવિત કરીને, સ્કૂલ નું કાર્યક્ષેત્ર માધ્યમિકથી ઉચ્ચત્તર માધ્યમિક સુધી લઈ જઈને આજે ખૂબ સારું પરિણામ આપવા લાગી છે, તેમજ વિજ્ઞાન મેળામાં વિભાગ ૩ માં પ્રથમ નંબર મેળવી અને આ સ્કૂલમાં ચાલતા શિક્ષણકાર્યમાં ગુણવત્તાસભર શિક્ષણ મળે છે તે પુરવાર થયું છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો