વાંકાનેરમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા બાળ અધિકાર અને બાળ કાયદાઓ અંગે તાલીમ યોજાઇ
વાંકાનેર તાલુકા આરોગ્ય કચેરી ખાતે સમાજના ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા વાંકાનેર તાલુકા MPHS, FHS, MPHW, FHW, THV, TMPHS આરોગ્ય કચેરી ખાતે વાંકાનેર તાલુકાના કાર્યકરોની એક દિવસની તાલીમ યોજવામાં આવી હતી.
જેમાં સંકલિત બાળ સુરક્ષા યોજના બહોળા પ્રચાર પ્રસાદ અને ગ્રામ્ય કક્ષાના છેવાડાના વ્યક્તિ સુધી સરકારશ્રીની બાળકો અને દિવ્યાંગોને લગતી યોજનાનો લાભ મળે તે હેતુસર તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંકલિત બાળ સુરક્ષા યોજના, જે.જે એક્ટ 2015, બાળ અધિકારો, બાળ મજૂરી, બાળ લગ્ન, પોસ્કો, દત્તકવિધાન, પાલક માતા પિતા યોજના, સ્પોન્સર શિપ યોજના, આફટર કૅરયોજના, ફોસ્ટર કૅર યોજના, બાળ મજુરી, સમાજ સુરક્ષા વિભાગની યોજના અને બાળકોના કાયદા અંગે ગ્રામીણ બાળકો સુરક્ષા સમિતિ કાર્ય અને રૂપરેખા વિશે માહિતી આપવામા આવી હતી.
આ તાલીમમાં ઉપસ્થિત અધિકારી ડો.બાવરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ડો.વિપુલ શેરસીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.આરીફ શૅરસીયા, આરોગ્ય કાર્યકરો, આરોગ્ય ખાતા સુપરવાઇઝર અને બાળ સુરક્ષા એકમ મોરબીના સમીરભાઈ લધડ, રંજનબેન મકવાણા અને હેમાંશુ જાની હાજર રહી યોજનકીય કીટ વિતરણ કરવામાં આવેલ અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…