વાંકાનેર: પંચાસીયા દૂધ મંડળીના પ્રમુખ તરીકે નઝરૂદિનભાઈ ખોરજીયાની વરણી

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની પંચાસીયા દૂધ મંડળીના પ્રમુખની નિમણૂક માટે ગઈ રાત્રે મીટીંગ રાખવામાં આવી હતી, જેમાં નઝરૂદીનભાઈ ખોરજીયાની રામુખ પદે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી છે.

મળેલી માહિતી મુજબ પંચાસીયા દૂધ મંડળીમાં છેલ્લે થયેલી ચૂંટણીમાં પંચાસીયા ગામના પૂર્વ સરપંચ હુસેનભાઈ બાદી (સુથાર) અને માથકિયા ગ્રુપે હાથ મિલાવીને દૂધ મંડળી કબજે કરી હતી. ત્યારે બંને ગ્રૂપના અઢી-અઢી વર્ષ પ્રમુખ રાખવાની સમજૂતી થઈ હતી એ મુજબ પ્રથમ અઢી વર્ષ પુરા થતા સુથાર ગ્રુપના બાદી ઉસ્માનભાઈની મુદત પૂરી થતાં તેઓએ રાજીનામું આપ્યું હતું અને તેની જગ્યાએ પંચાસીયા ના પૂર્વ સરપંચ અમીભાઈ ખોરાજીયાના પુત્ર નઝરૂદિનભાઈ ખોરાજીયાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો