Placeholder canvas

વર્લ્ડ મિલ્ક ડે નિમિત્તે “ગૌમાતાનું દૂધ અમૃત સમાન” વિષય પર વેબીનારનું આયોજન.

 વર્લ્ડ મિલ્ક ડે નિમિત્તે તા.૦૧ જૂન, ૨૦૨૨ના રોજ ભારત સરકારના પશુ-પાલન મંત્રીશ્રી પુરુષોતમ રૂપાલાજી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન નીચે “ગૌમાતાનું દૂધ અમૃત સમાન” વિષય પર વેબીનારનું આયોજન.

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI), ICAR – CIRC અને NDRI અને અમુલના સંયુક્ત ઉપક્રમે “વર્લ્ડ મિલ્ક ડે” નિમિત્તે તારીખ ૦૧ જૂન ૨૦૨૨ના રોજ સાંજે ૬:૦૦ કલાક થી ૭:૪૫ સુધી ઝુમ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમ દ્વારા “ગૌમાતાનું દૂધ અમૃત સમાન” વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત સરકારના પશુ-પાલન મંત્રીશ્રી પુરુષોતમ રૂપાલાજી મુખ્ય અતિથિ તરીકે, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને GCCIના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા અને ગૌસેવા ગતિવિધિના અખીલ ભારતીય સંયોજક શ્રી અજીત મહાપાત્ર માર્ગદર્શન આપશે.           

આ વેબીનારમાં ICAR – CIRCના ડાયરેક્ટર ડૉ. અભિજિત મિત્રા યુનાઈટેડ નેશન્સ દ્વારા મિલ્ક ડે-૨૦૨૨ની થીમના પોઇન્ટ્સની ચર્ચા કરશે, NDRI-SRS, બેંગલુરુના ડાયરેક્ટર ડો.કે.પી.રમેશ દેશી કુળની ગાયોના દૂધની વિશેષતા અને તેની લાક્ષણીક્તાઓ પર, નિવૃત વૈજ્ઞાનિક ડો.ડી.કે.સદાના દેશીકુળ અને વિદેશી કુળની ગાયોના દૂધ વચ્ચેનો તફાવત અને દેશીકુળની ગાયોનું દૂધ શા માટે પીવું જોઈએ, જામનગર આર્યુર્વેદ યુનીવર્સિટીના પૂર્વ પ્રિન્સીપાલ ડૉ. હિતેશ જાની ગાયના દૂધની મેડીશનલ વેલ્યૂ પર, NDDBના એમ.ડી. ડો.આર.એસ.સોઢી ડેરી સેક્ટર દ્વારા આત્મનિર્ભરતા પર વિસ્તૃત માર્ગદર્શન આપશે. 

અંતમાં આર.એસ.એસ.ના ગૌ સેવા ગતિવિધિના અખીલ ભારતીય સંયોજક શ્રી અજીત મહાપાત્ર પોતાના વિચારો રજૂ કરશે. સમગ્ર વેબીનારનું સંચાલન GCCI ના ટીમ મેમ્બર્સ ડૉ. અમિતાભ ભટનાગર, શ્રી પુરીશ કુમાર, ડો. ગીતાંજલી દ્વારા કરવામાં આવશે. આ વેબીનારમાં ગૌ પ્રેમીઓ, ગૌ ઉદ્યમીઓ, ગૌશાળા સંચાલકો તેમજ સમગ્ર જનસમુદાયને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. આ વેબીનાર ઝુમ પર Meeting ID: 861 8446 9413 Passcode: 470674 દ્વારા તેમજ GCCIના ફેસબુક પેજ https://www.facebook.com/OfficialGCCI પર નિહાળી શકાશે.

આ સમાચારને શેર કરો