Placeholder canvas

આજે રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકરનો જન્મદિવસ: ૭૩માં વર્ષમાં મંગલ પ્રવેશ

અનેકવિધ સત્કાર્યો માનવતા—જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની પ્રેરક–સેવામય ઉજવણી

શ્રી રમેશચંદ્ર કેશવજી ઠકકરનો જન્મ ૦૧/૦૬/૧૯૪૯ ના રોજ થયેલ હતો તેઓનાં પરિવારમાં તેમના અર્ધાંગીની શ્રીમતી રેણુકાબેન ઠકકર, જયેષ્ઠ પુત્ર ડો. મયંક ઠકકર (એમ.ડી.ઇન્ટરનલ મેડીસીન, ડાયાબીટીક ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ) તથા નાનો પુત્ર શ્રી ગૌરાંગ ઠકકર (મીકેનીકલ એન્જી.) છે. પોતાની યુવાનીમાં રમેશભાઈએ સફળતાને હાંસલ કરવા, પોતાની કોઠા સૂઝ, મહેનત અને લગાવથી વ્યવસાયને પોતાનું જીવન બનાવ્યું. જિંદગીની સીડી સડસડાટ ચઢવા, ઉતાર-ચઢાવ વચ્ચે તેમના પત્ની શ્રીમતી રેણુકાબેન ઠકકરનું ખૂબ જ મોટું યોગદાન રહેલ.

રાજકોટનું સેવા જગતનું ગૌરવ, ગૌ પ્રેમી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા રમેશભાઈ ઠકકરના ૭૩ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયાં છે ત્યારે તેમના જન્મદિનની સેવામય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પ્રવર્તમાન ઉનાળાની ગરમીની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે ૧૧૦૦ બોટલ રક્ત એકત્ર કરવાનું આયોજન રમેશભાઈ ઠકકરના પરીવાર તથા મિત્રવર્તુળ દ્વારા કરવામાં આવ્યું છે. જેના
અંતર્ગત ૪૦૦ યુનીટ રકત એકત્ર પણ થઈ ચુકયું છે અને આગામી તા. ૧૫, જુન સુધી અલગ અલગ રકતદાન કેમ્પો દ્વારા સમગ્ર પણે ૧૧૦૦ યુનીટ રકત થેલેસેમીયા પીડીત બાળકો, દર્દીનારાયણ, દરીદ્નારાયણના લાભાર્થે એકત્ર કરવામાં આવશે.

રમેશભાઈ ઠકકર શ્રીજી ગૌશાળામાં હાલમાં ૧૯૦૦ થી વધુ દેશી અને ગીર ગાયોના રખાવવામાં મદદરૂપ થયા સાથે સાથે શ્રીજી ગૌશાળા દ્વારા નિર્મીત ગૌમુત્ર અને ગોબર દ્વારા માનવ માટે અસાધ્ય રોગો માટે દવાઓ દ્વારા ૧૮ વર્ષમાં ૭,૦૦,૦૦૦ થી વધુ દર્દીની નિઃશુલ્ક સારવાર, ખેતી માટે ખાતર અને જૈવિક ખેતી માટે દવાઓનું નિર્માણ અને તદઉપરાત લોકોને રોજબરોજ ઉપયોગી સાબુ, શેમ્પુ, અગરબતી, ફીનાઇલ જેવી અનેક ચીજોનું નિર્માણ કરવામાં આવે છે અને શ્રીજી ગૌશાળા પ્રવાસનું કેન્દ્બ ને તે માટે સરકારશ્રી સમક્ષ તેમણે રજુઆત કરેલ.એનીમલ હેલ્પલાઇન (કરૂણા ફાઉન્ડેશન) દ્વારા રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષથી ચલાવવામાં આવતી ૧૦ એમ્બ્યુલન્સ, ૨ બાઈક એમ્બ્યુલન્સ, ૨ અન્નક્ષેત્ર વાહન અને સ્થાયી હોસ્પિટલ તથા ૧૦૦૦ નાનામોટા જીવોના શેલ્ટર (પાંજરાપોળ) દ્રારા અબોલ જીવોની વિનામુલ્યે સારવાર થાય છે તેમા પણ શરૂઆતથી જોડાયેલ છે. અત્યાર સુધીમાં તેમાં ૬,૦૦,૦૦૦ જેવા અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર થકી જીવતદાન અપાયું છે.

ગુજરાત લેવલે આવી જ એનીમલ હેલ્પલાઈન એટલે કે માણસ માટે જેવી ૧૦૮ છે તેવી જ એનીમલ માટે પણ ગાંધીનગર ખાતે વારંવાર યોગ્ય રજૂઆત કરતા વિજયભાઈ રૂપાણી દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ૧૯૬૨ શરૂ કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રમાં પડેલા કારમા દુકાળમાં તેમની સેવાકીય પ્રવૃતિઓએ માનવતાને મહેકાવેલ. ૧૯૮૩-૮૪, ૧૯૯૬-૯૭, ૧૯૯૭-૯૮ રાજકોટમાં અને ૧૯૯૯ થી ૨૦૦૨ ના સમયગાળામાં પ્રાસંલા મુકામે ૫૦૦૦ થી વધુ ગાયોની સેવા કરવામાં મોખરે રહયાં હતાં. તેમજ સને-૨૦૦૧ માં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલ ભુકંપ-કુદરતી આફત વખતે કચ્છ-ભૂજમાં મકાનો બનાવવા, સ્કૂલોનો પુનઃનિર્માણમાં પૂ. ધર્મબંધુજી સાથે તેમનું અમૂલ્ય યોગદાન રહેલ છે.

૨૦૧૩ ની સાલમાં સૌરાષ્ટ્રનાં વરવા દુષ્કાળ સમયે ૬૦૦૦ થી વધુ ગાયો—બળદ માટે શ્રીજી ગૌશાળામાં, રતનપર, નિકાવા, મોટાવડાળા ખાતે કેમ્પોનું આયોજન કરી, પશુધનની સેવા કરેલ. ૬ (છ) વર્ષ થી દર વર્ષે કચ્છથી સ્થળાંતર કરીને આવતી ૨૦૦૦ થી ૩૦૦૦ ગાયોનું પાંચ છ મહિના માટે ઘાસ/નિરણ તેમજ તેના પરિવારોને અનાજ સહાય. ૨૦૧૩ની સાલમાં તળિયા ઝાટક ન્યારી ડેમમાં દુષ્કાળ વખતે સતત ૨૨ દિવસમાં પાણીના ૭૦ ટેન્કર ઠલવી માછલાઓને નવજીવન આપવામાં નિમીત બનેલ. પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે તેઓ વર્તમાનપત્રોનાં માધ્યમથી લોકોને અપીલ કરે છે. વૃક્ષારોપણની પ્રવૃતિમાં તેઓ મોખરે રહયાં છે અને છેલ્લા ૧૨ વર્ષ થી ૧૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં અને સ્કૂલના બાળકો દ્વારા અને ખેડૂતોને ટોકન દરે ફળ અને ફૂટના વૃક્ષો કરાવવામાં નિમીત બનેલ છે. એનીમલ હેલ્પલાઇન કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, વેજીટેરીયન સોસાયટી, ગૌ સેવા, જીવદયા અભિયાન સમિતી વગેરેનાં સંચાલક રહેલ છે. અઢી લાખથી વધુ ચકલીનાં માળા, અને કુંડા વિતરણની અનેક માનવતાં લક્ષી કામમાં તેઓ અગ્રેસર રહયાં છે.

રાજકોટ શહેરમાં દર વર્ષે યોજાતા શ્વાન ભંડારામાં તેઓનો અમૂલ્ય સહકાર રહેલો છે. સાથે સાથે દરરોજ ૪૦૦ થી વઘુ શ્વાનોને દુધ રોટલા પહોચાડવામાં આવે છે. આજની જરૂરીયાત યુરીયાથી થતાં નુકશાન અને જંતુનાશક દવાઓથી રોગ વધ્યા છે ત્યારે ગૌ આધારીત અને ઓછા ખર્ચે પૌષ્ટીક અને જૈવીક ખેતી (ઓર્ગેનીક) માટે ખેડૂતોને માર્ગદર્શન સેમીનારનું આયોજન અને ગોબર અને ગૌમૂત્રથી જમીનનું પણ નવસર્જન થાય છે તે સમજાવવા માટે અને ઘરે ઘરે ગાય બંધાય તે માટે સનીષ્ઠ પ્રયત્ન દ્રારા ૩૦ થી વધુ ગાયોને ખેડૂતોને આંગણે બાંધવામાં સફળતા મળેલ છે. રમેશભાઈ ઠકકરને આજે તેમના જન્મદિવસની તેમના મિત્રો શુભેચ્છકો પ્રકાશને એવો પરિવારજનો તેમના મો.૯૯૦૯૯ ૭૧૧૧૬ પર જન્મદિનની શુભેચ્છા પાઠવી રહયા છે.

આ સમાચારને શેર કરો