મોરબી: ટ્રાફિકના નવા નિયમોનો કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં વિરોધઃ ભાજપના છાજીયા લીધા
કેન્દ્ર સરકાર દ્વારા દેશની અંદર ટ્રાફિકના નવા નિયમોને લાગુ કરવામાં આવ્યા છે અને નવા નિયમોની અંદર જો કોઇ વાહનચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો લાકડા જેવા દંડની જોગવાઈ કરવામાં આવેલ છે જેથી કરીને કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ટ્રાફિકના નિયમોનો ગામોગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે દરમ્યાન આજરોજ મોરબી શહેરના નેહરુ ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ટ્રાફિક ના નવા નિયમો નો વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપ હાય હાય, ભાજપ તેરી તાનાશાહી નહી ચલે સહિતના સૂત્રોચ્ચાર કરીને હેલમેટના કાળા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
તેમજ પી.યુ.સી સેન્ટર ઓછા હોવાથી ઘણી જગ્યાએ પીયુસી સર્ટી કાઢી આપવા માટે લૂંટ ચલાવવામાં આવતી હોય છે તો પીયુસી સેન્ટર ખોલવામાં આવે તેવી પણ કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે અને દંડની જે અમર ફોડી નાખે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે તેમાં પણ ઘટાડો કરવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી.
આજે મોરબી શહેરમાં હેલ્મેટના કાયદાના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે મોરબી-માળિયા ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા , શહેર કોંગ્રેસના પ્રમુખ રામભાઈ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુંબીયા, રાજુભાઇ કાવર, રમેશભાઇ રબારી, મુકેશભાઇ પટેલ, સુરેશભાઇ સિરોહીયા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજ રહ્યા હતા.