skip to content

મોરબી કલેક્ટરને અરજદારો સોમ અને ગુરુવારે મળી શક્શે.

મોરબી : મોરબી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને તેમની કચેરી ખાતે જાહેર જનતા અને અરજદારોને સાનુકૂળતા રહે તે માટે દર અઠવાડીયાના સોમવારે સવારના 11-00 વાગ્યાથી સાંજના 5-00 વાગ્યા સુધી અને ગુરુવારે સવારે 11-00થી બપોરના 1-00 વાગ્યા સુધી મળવાનો સમય નિયત કરાયો છે.

કચેરી કાર્ય પદ્ધતિના પ્રકરણ-11ના મુદ્દા નં. 77 માં ઉલ્લેખ કર્યા મુજબ જિલ્લા કલેક્ટર હવે ઉપરોક્ત નિયત સમયે મુલાકાતીઓ – અરજદારોને કચેરી ખાતે મળી શકશે. જેની તમામ જિલ્લાના લોકોએ નોંધ લેવા મોરબી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો