મોરબી-માળીયા હાઈવે પર ટ્રિપલ એક્સિડન્ટમાં એકને ઈજા

મોરબી : મોરબી-માળીયા હાઈવે પર ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

આ બનાવની મલેલી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રવિપાર્કમાં રહેતા વલ્લભભાઈ ખીમજીભાઈ ભલગામાએ ફરિયાદ લખાવી છે કે મોરબી માળિયા હાઈવે પર આવેલ રવિરાજ ચોકડી નજીક આરોપી ટેન્કર જીજે ૧૨ બીડબ્લ્યુ ૮૮૪૫ના ચાલકે પોતાનું ટેન્કર વળાંક વાળવા સમયે કાવું મારી ફરિયાદી વલ્લભભાઈના મોટર સાઈકલ જીજે ડીજે ૫૭૦૫ ને પાછળથી ઠોકર મારી પછાડી દઈ પગમાં ગંભીર ઈજા કરી હતી. તેમજ સાહેદની વર્ના કારને પણ પાછળથી ઠોકર મારી હતી. હાલમાં પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો