મોરબી: સિવિલ હોસ્પિટલમાં યુવક જાતે સળગ્યો : હાલત ગંભીર

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રીના સમયે એક યુવક સળગતો સળગતો પ્રવેશ્યો હતો. આ દ્રશ્યો એટલા બિહામણા કે નજરે જોનારાનું હદય દ્રવી ઉઠ્યું હતું. આ બનાવ બાદ તુરંત જ તબીબોએ યુવકની સારવાર ચાલુ કરી હતી.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રીના 10 વાગ્યાના અરસામાં હદય હચમચી ઉઠે એવી એક ઘટના ઘટી છે. નાની વાવડી ગામના મનોજ જગદીશભાઈ નાગલા નામના 35 વર્ષના યુવક પ્રથમ હોસ્પિટલની અંદર પ્રવેશ્યા હતા. બાદમાં થોડી વાર બાદ તેઓ સળગતા સળગતા ફરી હોસ્પિટલમાં પ્રવેશ્યા હતા. નજરે જોનારાએ એવું જણાવ્યું હતું કે પ્રથમ તેઓ હોસ્પિટલમાં આવીને બહાર જતા રહ્યા હતા. બાદમાં બહાર તેઓએ પેટ્રોલ છાંટીને જાત જલાવી હતી અને તેઓ સળગતા સળગતા હોસ્પિટલની અંદર આવ્યા હતા.

સામાજિક કાર્યકરોએ આ યુવકના શરીરે લાગેલી આગ ઠારી હતી. ત્યાં સુધીમાં તો તેઓનું આખું શરીર દાઝી ગયું હતું. અમુક નાના અંગોતો બળીને ખાખ થઈને શરીરથી અલગ થઈ ગયા હતા. તબીબો દ્વારા તુરંત તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. બાદમાં તેમને રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે. આ યુવક કોઈ બીમારીથી પીડાતા હોવાની વાતો થઈ રહી છે.

આ સમાચારને શેર કરો
  • 10
  •  
  •  
  •  
  •  
  •  
    10
    Shares