વાંકાનેર: જોધપુર ગામના કોરોના સંક્રમિત 63 વર્ષિય વૃધ્ધનું મૃત્યુ
વાંકાનેર: ગત તારીખ 8 ના રોજ કોરોના સંક્રમિત થયેલ વાંકાનેર તાલુકાના જોધપુર ગામ 63 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયેલ છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપુર ગામ 63 વર્ષીય વૃદ્ધ ગોવિંદભાઈ હરજીભાઈ ટોલિયા ગત તારીખ 8 ના રોજ કોરોના સંક્રમિત થયા હતા તેઓને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનું 16 દિવસની સારવાર બાદ મૃત્યુ થયેલ છે.
આ સાથે કોરોના મૃત્યુ આંક વાંકાનેરનો 4 પર અને મોરબી જિલ્લાનો 15 પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ગઈ કાલે જ કોરોના એ ડબલ સેન્ચ્યુરી મારી હતી, મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 203 થઇ ગઈ છે, જેમાંથી 15 દર્દિના મૃત્યુ થયા છે અને 122 કેસ સાજા થઇ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા છે અને હાલ 66 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કોરોનાથી ડરો નહીં પણ સાવચેતી રાખો…
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…