હજુ ઈમાનદારી બચી છે: ભુલાઇ ગયેલો થયેલો વેપારીને રીક્ષાવાળાએ પરત કર્યો
વાંકાનેર: આપણે અવારનવાર બેઈમાની, ફ્રોડ, છેતરપિંડીના કિસાઓ સાંભળી છેએ. ત્યારે સહજ રીતે એવું કહેતા હોય છે કે હવે ઈમાનદારી જેવું કંઈ રહ્યું નથી પરંતુ વાંકાનેરમાં એક ઈમાનદારી, પ્રમાણિકતાનો કિસ્સો સામે આવ્યો છે.
ગત તારીખ 22ની સાંજે વીશીપરાના વેપારી જગદીશભાઈ લક્ષ્મણભાઈ વામજા બસમાંથી વાંકાનેરના દાણાપીઠ ચોકમાં 8 વાગ્યાની આસપાસ ઉતર્યા તેઓ પાસે ઘણું બધું લગેજ હોય બસમાંથી થેલા ઉતાર્યા તેમાં એક થેલો થોડો દૂર મુકાઇ ગયો હતો જેમને તેવો લેવો ભૂલી ગયા અને અન્ય લગેજ અને પોતે રિક્ષામાં જતા રહ્યા ઘરે જઈ ને ખબર પડી કે એક થેલો ભુલાઈ ગયો છે તેઓ પાછા દાણાપીઠ ચોકમાં આવ્યા ત્યારે દાણાપીઠ ચોકમાં કોઈ નહોતું અને થેલો પણ નહોતો તેઓએ થોડી ઘણી તપાસ કરી પરંતુ પતો મળ્યો નહીં.
આ વેપારી જગદીશભાઈ વામજા જે થેલો એ ભૂલી ગયા હતા તેમાં આશરે 3 હજાર રૂપિયાનો માલ હતો તેઓએ હવે માની લીધું હતું કે થેલો હવે પરત મળશે નહીં અને બીજો માલ મંગાવી લેવાનું મનોમન નક્કી કર્યું હતું તેવામાં ગઈ કાલ તારીખ 23 અને ગુરુવારની સાંજના દાણાપીઠ ચોકમાં ઉભા રહેતા રિક્ષાવાળા ઈકબાલભાઈ મુલતાની જેવો વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નંબર 3 માં રહે છે. તેઓ વીસીપરામાં દુકાનોમાં પૂછતા પૂછતા જગદીશભાઈની દુકાને જઈને પૂછ્યું કે તમારું કંઈ ખોવાયેલું છે ? ત્યારે જગદીશભાઈના વાઈફે કહ્યું કે હા અમારો એક થેલો ખોવાયેલો છે અને એ દરમિયાન જગદીશભાઈ આવ્યા અને અંદર શું વસ્તુ છે તેમની વિગત આપી, ત્યારે ઈકબાલભાઈ મુલતાનીએ આ થેલો જગદીશભાઈ વામજાને પરત કર્યો…
આમ ઈકબાલભાઈ મુલતાની ઈમાનદારી અને પ્રમાણિકતાનું એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. ભલે ઘણા બધા બૅઇમાનિના કિસ્સા સામે આવી રહ્યા છે આમ છતાં હજુ ઈમાનદારી બચી છે એવી ઘટના સામે આવી છે. ઈકબાલભાઈ દાખવેલી ઈમાનદારી અને પ્રમાણિકતા માટે અભિનંદન….
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…