Placeholder canvas

ડબલ સેન્ચ્યુરી: મોરબી જિલ્લામાં આજે સાંજે મોરબીમાં 4 અને ટંકારામાં 1 કેસ નોધાયો, કુલ કેસ 203

મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો થયો 203

આજે દુઃખ અને ખેદ સાથે લખવું પડે છે કે કોરોના મોરબી જિલ્લામાં ડબલ સેન્ચ્યુરી પૂરી કરી છે. આજે બપોરે હળવદમાં એક કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાંજે જિલ્લામાં વધુ પાંચ કેસ નોંધાયા હતા. જેમાં 4 મોરબી અને 1 કેસ ટંકારામાં નોંધાયો હતો. આ સાથે આજના કુલ 6 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસની ડબલ સેન્ચ્યુરી પુરી થવાની સાથે કુલ કેસનો આંક 203 થઈ ગયો હતો. જ્યારે આજે 12 લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આજે હળવદમાં 79 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાંજે મોરબી જિલ્લામાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલી ઉમિયા સોસાયટીમાં બ્લોક નં. 301માં રહેતા એક જ પરિવારના 50 વર્ષના મહિલા અને 28 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મોરબીના સામાંકાંઠે આનંદ નગરમાં રહેતા 60 વર્ષના પુરુષનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમજ મોરબી શહેરના કાયાજી પ્લોટમાં રહેતા 67 વર્ષના મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત અગાવ પોઝિટિવ આવેલ ટંકારાના ગજડી ગામના યુવાનની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આજે 12 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં વાંકાનેરના દિવાનપરાના દર્દીને રજા આપવામાં આવી છે આ ઉપરાંત મોરબીમાં 11 દર્દીને રજા આપવામાં આવી છે

આજે મોરબીના કોરોનાગ્રસ્ત પોલીસકર્મી સહિત બે દર્દીના મૃત્યુ નિપજ્યા હતા. મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 203 થઈ ગયા છે. જેમાંથી હાલ 122 લોકો રિકવર થઈ ગયા છે. અને હાલ 67 લોકોની સારવાર ચાલુ છે. જ્યારે આજના બે મોત સાથે કોરના દર્દીનો કુલ મૃત્યુ આંક 14 થયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો