વાંકાનેર: રૂપાવટીમાં આઇઓસીની પાઇપલાઇનમાં ભંગાણ કરી એાઇલની ચોરી કરતા ત્રણ પકડાયા
વાન્કાનેર: ટાળૂકાના રૂપાવટી ગામેથી નીકળતી આઇઓસીની પાઇપલાઇનમાં ભંગાણ કરીને હજારો લીટર ઓઈલની ચોરી કરવામાં આવતી હોવાની વાત ધ્યાને આવતા કંપનીના અધિકારીએ મેારબી પોલીસને જાણ કરી હતી જેથી એસઓજીએ તપાસ કરીને ગઈકાલે ચોરાઉ એાઇલ, ટેન્કર અને કાર સહિતના રૂા.૨૭.૨૭ લાખના મુદ્દામાલ સાથે હાલ ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે ચીરના નામ ખુલતા તેની શેાધખેાળ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજ એન્કલેવ સદર બજાર રાજકોટ ખાતે રહેતા આઇએાસીના કર્મચારી અકીલભાઇ ઇબ્રાહીમભાઇ પટેલ જાતે દાઉદી વ્હોરા (ઉમર ૪૩) એ કંપની લાઇનમાં ભંગાણ કરીને એાઇલ ચેારી કરતા ઇસમેા સામે વાંકાનેર તાલુકા પેાલીસમાં ફરીયાદ નેાંધાવેલ છે જેથી પેાલીસે કલમ ૩૭૯,૨૮૫,૪૨૭,૧૨૦ બી તેમજ પ્રીવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપટી એકટની કલમ ૩ તેમજ પેટ્રોલીયમ એન્ડ મીનરલ્સ પાઇપલાઇન એમેન્ડમેન્ટ એકટ-૨૦૧૧ ની કલમ ૧૫(૨),૧૫(૪) અને ૧૬(એ ) મુજબ ગુનેા નેાંધેલ છે. ફરીયાદમાં અકીલભાઇએ પેાલીસને જણાવ્યુ હતુ કે દિલ્લીના સંદીપ ગુપ્તાના કહેવાથી તેમજ તેના પુર્વઆયોજીત કાવતરાથી નિશાંત,મયુર, અક્ષય અને ગૈાતમે અગાઉથી પાઇપ લાઇન ભંગાણ કરવા અંગે રેકી કરી ગુનાહીત કાવતરૂ રચી આઇઓસી એલ.કંપની મેઇન પાઇપલાઇન સલાયા વિરમગામ સેકશનમાં અત્યંત જવલનશીલ પ્રવાહી ક્રુડ
(ફયુલ) ઓઇલ પસાર થતુ હોવાની જાણકારી હોવા છતા, અન અધિકૃત પાઇપમાં ભાંગફોડ કરી નુકશાન કરી કોઇ સાધન દ્વારા વાલ્વ ફીટ કરીને પાઇપનું જોડાણ કરી મહમદવસીમના હવાલા વાળા ટ્રક નંબર WB 19 D 8481 માં આર્થોરીટી અધિકારીની પરવાનગી વગર ગેર કાયદેસર રીતે ખુલ્લી જગ્યામાંથી ક્રુડ ઓઇલનો જથ્થો ૨૬૩૩૦ કિ.ગ્રા.જેની કિંમત આશરે રૂા.૫,૨૬,૬૦૦ ની ચોરી કરી હેાય બાલ એાઇલ, ટ્રક કિંમત રૂા.૫,૦૦૦૦૦ તથા ક્રેટા કાર નંબર GJ 6 KH 9059 કિંમત રૂા.૭,૦૦૦૦૦ લઇને નીકળતા હાલ ત્રણ પકજાયા છે અને ચારની શેાધખેાળચાલુ છે.
હાલમાં પેાલીસે ફરીયાદી અકીલભાઇની ફરીયાદ ઉપરથી ટ્રકવાળા મહમદ વસીમ ઉર્ફે સલમાન અહેમદહુશેન કુરેશી (ઉમર ૪૮) રહે.મહોલ્લા સૈયદ ખીરી થાના ખીરી જિલ્લો- લખીમપુર ઉતરપ્રદેશ, નીશાંત કિરણભાઇ કરણિક (ઉમર ૩૬) રહે.બી -૧૨ મોતીનગર-ગંગાસાગર પાસે સુશેન તરસાલી રોડ વડોદરા, મયુરભાઇ ચંન્દ્રકાન્તભાઇ જાદવ (ઉમર ૩૨) રહે.વડોદરા એ-૨૪ સયાજીપાર્ક સોસાયટી બસ સ્ટેન્ડ પાછળ આજવા રોડ, સંદીપ ગુપ્તા (મેા.૮૮૦૩૩ ૩૦૩૩૩), અક્ષય દેશાઇ રહે.ચાંદખેડા પાસે અમદાવાદ (મેા.૯૬૦૧૬ ૪૭૮૭૮), ગૌતમ સોલંકી રહે. સેવાસીગામ વડેાદરા (મેા.૯૬૦૦૯ ૭૪૧૬૬) અને કલસીંગ રાણા રહે.મેઘનગર એમપી (મેા.૮૧૪૧૫ ૬૩૪૨૭) સામે ફરીયાદ નેાંધી છે જે પૈકી મહમદવસીમ,નિશાંત અને મયુરની ધરપકડ કરીને બાકીના ચારનું પગેરૂ દબાવ્યુ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…