વાંકાનેર: મીતાણા રોડ પર તિથવાના બોર્ડ પાસે મોટું ગાબડું પડ્યુ.
વાંકાનેર: વાંકાનેર થી મીતાણા જવાના રોડ પર તિથવાના બોર્ડ પાસે આસોઇ નદીના કાંઠા પાસે રોડ ઉપર સાઈડમાં એક મોટું ગાબડું પડી ગયું છે અહીંયા લગભગ 25% રોડ ધોવાઈ ગયો છે.
આ રોડ ઉપર પીપળીયા સાઇડમાંથી આવતું પાણી અહીં આસોઇ નદીમાં જાય છે, જે પાણીના કારણે આ રસ્તો સાઇડમાંથી ધોવાનું શરૂ થઇ ગયું છે અને મોટું ગાબડું પડી ગયું છે. જ્યાં કોઇ રાહદારી સજ્જનને જબડાની બાજુમાં પથ્થર રાખી દીધા છે પરંતુ હજુ સુધી જવાબદાર તંત્રના કોઇ પણ અધિકારી ડોકાયા નથી.
જો હજુ વરસાદ અને ત્યાં આવતા પાણીની માત્રા વધશે તો આ પડેલું ગાબડું વધુ આગળ આવશે અને કદાચ આખો રસ્તો ધોવાઇ જાય અને રસ્તો બંધ થઇ જાય તેવી સ્થિતિ છે. જેથી આ ગાબડુ તાત્કાલિક રીપેર કરવું જોઈએ, બુરવું જોઈએ… જેથી વધુ રસ્તો ન ધોવાય અને હાલમાં પડેલા ગાબડા પાસે મોટી આડશ રાખવી જોઈએ જેથી કોઈ અકસ્માત ન સર્જાય.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…