skip to content

અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના મોરબી જિલ્લાના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

મોરબી : અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ મોરબી જિલ્લાના હોદ્દેદારોની તાજેતરમાં નિમણુંક કરવામાં આવી હતી. મંડળના પ્રમુખ નારણભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તથા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય મુખ્ય મહેમાન એવા ડૉ. પ્રિયવદન કોરાટ અને સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ સુમંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં સાધારણ સભા યોજાઈ હતી.

આ સાધારણ સભામાં મોરબી જિલ્લાના હોદેદારોની વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે એ.કે.પટેલ, મહામંત્રી તરીકે મહેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ ડેલીગેટ તરીકે યુ.એ.કડીવાર, જિલ્લા લઘુમતી સેલ કન્વીનર તરીકે ડૉ. હુસેન શેરસિયા, મોરબી જિલ્લા નોન ગ્રાન્ટેડ શાળાના કન્વીનર તરીકે મનોજભાઈ પનારા, જિલ્લા કન્વીનર લીગલ સેલમાં મહિલા પ્રતિનિધિ શોભનાબેન પરેચા, ઉપપ્રમુખ તરીકે ડી.સી.મહેતા, મંત્રી તરીકે મનસુરભાઈ અણદાણી, સંગઠન મંત્રી તરીકે મિલન પૈડા, મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે ધીરુભાઈ પિત્રોડા, વાંકાનેર તાલુકા કન્વીનર તરીકે પરેશભાઈ ગઢવી, તેમજ કારોબારી સભ્ય તરીકે બિપિન ભટ્ટ, ટંકારા તાલુકા કન્વીનર તરીકે સંજયભાઈ ભાગ્યા, કારોબારી સભ્ય તરીકે હરપાલસિંહ જાડેજા, કારોબારી સભ્ય તરીકે નરેશભાઈ સાંણજા સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ સુમંતભાઈ પટેલ, અનિલ મહેતા, મહેન્દ્રસિંહ ગોહિલ, એ.કે.પટેલ સહિતના દ્વારા આ સાધારણ સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો