વાંકાનેર પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ
વાંકાનેર: આજે વાંકાનેર શહેર પોલીસ મથકમાં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણમાં શહેર પી.આઇ એચ એન રાઠોડ અને શહેર પીએસઆઇ એ બી જાડેજા સહિત સમગ્ર સ્ટાફ આ કાર્યક્રમમાં જોડાયો હતો અને તમામ લોકોએ પોતાના હાથે વૃક્ષારોપણ કરીને છોડને પાણી પાયું હતુ.
આ વૃક્ષારોપણ થતા અને જો આ વાવેલા બધા વૃક્ષો ઉછરી જાય ત્યારે વાંકાનેર શહેર પોલીસ મથક અને પોલીસ લાઈન હરિયાળી બની જશે. જેમનો જશ વર્તમાન સ્ટાફને જશે, તે માટે આ સ્ટાફે વાવેલા વૃક્ષોનું જતન કરવું જ રહ્યુ.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…