વાંકાનેર: મોહંમદી લોકશાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.
વાંકાનેેર: ચંંદ્રપુુર ખાતેે મોહંમદી લોકશાળામાં તા. ૫ સપ્ટેમ્બર ના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે આચાર્ય,શિક્ષક,કારકુન અને સેવક માટેના તમામ પદ ખુબજ ખંત અને ધૈર્યપૂર્ણ રીતે સંભાળી શિક્ષકદિન ની ખુબજ હર્ષો ઉલ્લાસ થી ઉજવણી કરી હતી.
સવારે પ્રાર્થનાસભા બાદ દરેક વર્ગ ખંડમા વિષય પ્રમાણે શિક્ષકો (વિદ્યાર્થીઓ) એ તાસ (પિરિયડ) રાબેતા મુજબ ચલાવ્યા બાદ અંતમાં પ્રાર્થનખંડમાં બાલસભા નું આયોજન કર્યુ હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જોક્સ,ઉખાણા, જ્ઞાન સાથે ગમ્મત નો માહોલ સર્જ્યો હતો અને અંતમાં ધો.૧૧ ની વિદ્યાર્થીનીઓ કુ.રાબીયા વડાવીયા અને કુ.રેનિશા ખલિફાએ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ટૂંકમાં જીવન ઝાંખી નું વર્ણન કરી બાલસભાનું સમાપન કરેલ.
ધો.૧૨ ની વિદ્યાર્થીની તજમીન ભોરણિયા એ શિક્ષકદિન નિમિતે આચાર્ય તરીકે વહીવટ સંભાળી સરાહનીય કામગીરી કરવા બદલ લોકશાળાના આચાર્ય એમ.એ.માથાકિયા તથા શાળા પરિવાર ના તમામ સભ્યોએ બીરદાવ્યા હતા.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…