Placeholder canvas

હવે ઘોડા-ગધેડા, આખલાનો ભાવ અઢી ગણો વધશે -પરેશ ધનાણી

પરેશ ધાનાણીએ ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કરતા પોતાના ઓફિશિયલ ટ્વિટર અને ફેસબુક પેજ પર કેટલાક કટાક્ષ કરતા સૂત્રો તેમજ કેટલાક સૂચનો કર્યા છે.

આજથી એટલે કે 16મી સપ્ટેમ્બરથી રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ થઈ ગયા છે. નવા નિયમો પ્રમાણે ટ્રાફિકના નિયમો તોડવા બદલ દંડની રકમમાં મોટા વધારે કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કરતા પોતાના ઓફિશિયલ ટ્વિટર અને ફેસબુક પેજ પર કેટલાક કટાક્ષ કરતા સૂત્રો તેમજ કેટલાક સૂચનો કર્યા છે. સાથે જ પરેશ ધાનાણીએ ટ્રાફિક મેમોને લઈને ‘હર હર મેમો ઘેર ઘેર મેમોનું સૂત્ર પણ આપ્યું છે. સાથે જ તેમણે ગાડુ હાકતા હોય તેવી તસવીરો પણ પોસ્ટ કરીને તેને તમામ મોકાણથી છૂટકારો મેળવવાનો ઉપાય ગણાવ્યો છે.

‘પ્રદુષણ મુક્ત ભારતનો સંકલ્પ’ના બેનર સાથે પરેશ ધાનાણીએ લખ્યું છે કે, “ભારત સરકારે કાયમી કાર્બન ઓકતી “વિદેશી મોટર કાર”ને બદલે હવે “દેશી બળદ ગાડા”થી “પ્રદુષણ મુક્ત” પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે જ, ભારતીય વાહન ચાલકોને આકરા દંડથી ડરાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે?”

‘ભરો નહીં તો મરો, ઈ વાહન વેરો’ના બેનર સાથે ધાનાણીએ લખ્યું છે કે, ” રાજકીય કાર્યક્રમોમાં સરકારી વાહનોનો દૂરુપયોગ રોકવા તથા એસ.ટી.બસ અને રેલવે સહિત સાર્વજનિક વાહન વ્યવહારનો વ્યાપ અને વ્યવસ્થામાં સુધારો વધારો કરવા ત્વરીત યોગ્ય પગલાં ભરવા જોઈએ!

ટ્રાફિકના નિયમો અંગે દંડનીય વધારો સંપૂર્ણ રીતે પરત ખેંચાવો જોઈએ..

*હેલ્મેટની ઉપાધિમાંથી સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ..

*સમગ્ર રાજ્યમાં ટોલટેક્ષનું ટેરરીઝમ સદંતર બંધ થવું જોઈએ..

*શહેરી વિસ્તારમાં કાયમી ધોરણે વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરવામાં આવવી જોઈએ..

*પ્રદુષણ રહિત નવીન વાહનો ઉત્પાદન કરવા તેમજ જૂના વાહનોને પીયુસીની પરવાનગીથી મુક્તિ આપવી જોઈએ.

*મોંઘા પેટ્રોલ અને ડીઝલની પીડાને “વેટ”નાં કરમાંથી કાયમી મુક્તિ આપવી જોઇએ..

🔔🔔🔔🔔🔔🔔🔔🔔

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો