લખતરમાં ટ્રાફિકનાં નિયમોનો વિરોધ,ગામ બંધ

લખતર : ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો આજથી એટલે 16મી સપ્ટેમ્બરનાં સોમવારથી અમલ થયો છે. તો આજ સવારથી જ આકરા દંડ સામે લોકોમાં વિરોધ, ગુસ્સો, નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરનું લખતર ગામવાસીઓએ ટ્રાફિકનાં નિયમોનો વિરોધ કરીને ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ ગામમાં લોકોએ અનેક જગ્યાએ બંધનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે.

આજે આખું લખતર ગામ બંધ છે. આ ગામવાસીઓએ ટ્રાફિકનાં નિયમો અને તેની સાથેનાં દંડનો વિરોધ કર્યો છે. મોટર વ્હિકલ એક્ટના નવા કાયદાના વિરોધમાં બોર્ડ મુકવામાં આવ્યું છે. હેલ્મેટ સહીત પીયુસી, લાઇસન્સ વગેરેના નિયમોમાં મોટી રકમના દંડના કાયદા સામે વિરોધ કરવા બંધનું એલાન આપ્યું છે. જેમાં લખતરના વેપારીઓ અને દુકાનદારોને પણ બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.

આજથી ગુજરાતભરમાં ટ્રાફિક નવા નિયમોનું સખત પાલન કરાવવા અને નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજજ બની છે. સરકારે જણાવ્યુ છે કે ટ્રાફિક પોલીસનો હેતુ દંડ ઉઘરાવવા કરતા ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં વધુ ને વધુ જાગૃતિ ફેલાવવાનો છે. ટ્રાફિક પોલીસ શહેરના મુખ્ય માર્ગો પર તૈનાત રહી નિયમ મુજબ વાહનચાલકો પાસે હેલ્મેટ, લાયસન્સ, વીમો અને આરસી બુક સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરશે અને પૂરતા ડોક્યુમેન્ટ નહીં હોય તો નિયમ મુજબ દંડ પણ ફટકારશે.

🥌🥌🥌🥌🥌🥌🥌🥌🥌🥌🥌🥌🥌🥌🥌🥌🥌

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો