Placeholder canvas

હવે જુના બ્લોક મુજબ 3જી માર્ચે તાલુકા સંઘના 7 બ્લોકની ચૂંટણી થશે.

વાંકાનેર: તાલુકા સંઘની ચૂંટણી માટે જુના બ્લોકની રચનાની સામે વાંધો આવતા પ્રાંત અધિકારી દ્વારા નવા બ્લોકની રચના કરવામાં આવી હતી જેમની સામે કોંગ્રેસ હાઇકોર્ટમાં ગઈ હતી અને હાઇકોર્ટે જુના બ્લોક મુજબ ચૂંટણી કરવાનું કહેતા ભાજપ હાઇકોર્ટમાં ડબલ જજની બેંચમાં ગયું હતું. જેમનો ગઈકાલે ચુકાદો આવી જતા હવે જુના બ્લોક મુજબ જ 3જી માર્ચે ચૂંટણી થશે.

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે સંઘની કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો પર ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા પાંચ બેઠકો બિનહરીફ થઇ છે, જ્યારે બીજી સાત બેઠકો પર બે-બે ઉમેદવારોએ ફોર્મ રજૂ કરતા અને ઉમેદવારી પત્ર ખેંચવાના આજે છેલ્લા દિવસે કોઈએ ઉમેદવારી પત્ર પરત ન ખેંચતા હવે તાલુકા સંઘની સાત બેઠકો બ્લોક પર ચૂંટણી ત્રીજી માર્ચના રોજ થશે.

બિનહરીફ થયેલ બેઠકો અને ઉમેદવારો…

૧). વાંકીયા
ઉમેદવાર : ગુલમંહમદ ઉમરભાઈ બ્લોચ

૨). ઢુવા
ઉમેદવાર : બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા

૩). માટેલ
ઉમેદવાર : કાંકરેચા કાળુભાઇ મેરૂભાઈ

૪). સિંધાવદર
ઉમેદવાર : ઈસ્માઈલભાઈ મામદ પરાસરા

૫). ગારીડા
ઉમેદવાર : બાદી અલીભાઇ આહમદ

આ બ્લોકની ચુંટણી થશે…

૦૬). લુણસર
ઉમેદવારો : ૧. જયેશ છગનભાઇ વસીયાણી
૨. ઝાલા રાજેન્દ્રસિંહ મંગળસિંહ

૦૭). રસીકગઢ
ઉમેદવારો : ૧. પરાસરા અમીયલ હાજી
૨. માથકીયા માહમદ આહમદ

૦૮). કેરાળા
ઉમેદવારો : ૧. બાદી અબ્દુલરહીમ વલીમામદ
૨. જલાલ અલીભાઈ શેરસીયા

૦૯). કોઠારીયા
ઉમેદવારો : ૧. ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ
૨. બાદી રહીમ જીવા

૧૦). પ્રતાપગઢ
ઉમેદવારો : ૧. ઈસ્માઈલ ફતેમામદ કડીવાર
૨. જાડેજા હરદેવસિંહ દિલાવરસિંહ

૧૧). જાલસીકા
ઉમેદવારો : ૧. કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા
૨. પરાસરા નુરમામદ અમીભાઈ

૧૨). મહિકા
ઉમેદવારો : ૧. બાદી અલીભાઈ મામદનુરા
૨. પોલાભાઈ હિરાભાઈ પરમાર

આમ કુલ સાત બ્લોકની ચૂંટણી થઈ રહી છે, તેમાં અમોને મળેલી માહિતી મુજબ બે-ત્રણ બ્લોક એવા છે જ્યાં ટાઈ થવાની શક્યતાઓ રહેલી છે. આવા કિસ્સામાં ચિઠ્ઠી નાખીને ચૂંટણીનું પરિણામ જાહેર થતું હોય છે.

આ સમાચારને શેર કરો