વાંકાનેર: તાલુકા સેવા સદનના ઈ-સ્ટેમ્પ ઓપરેટર કોરોના સંક્રમિત, ગ્રાઉન્ડ ફ્લોરની શાખાઓ 16મી સુધી બંધ
વાંકાનેર : વાંકાનેર ખાતે રાજકોટ રોડ પર આવેલ તાલુકા સેવા સદનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઈ-સ્ટેમ્પની કામગીરી કરતા ઓપરેટર હાર્દિક મહેતાનો ગઈકાલે તા. 3ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. કચેરીના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ જન સેવા કેન્દ્ર, જીસ્વાન, મતદારયાદી કમ્પ્યુટર રૂમ, પુરવઠા શાખા, ઇ-ધારા શાખાઓ તેમજ મામલતદાર કચેરી/પ્રાંત કચેરી અરજદારો માટે તા. 3 થી 16 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવેલ છે.