તંત્રની ઘોર બેદરકારી: વાંકાનેરના કુવાડવા રોડ પર લાખોના ખર્ચે લગાવેલી સ્ટ્રીટ લાઈટો માત્ર શોભાના ગાંઠિયા સમાન

રોડ બન્યો પણ અજવાળું ક્યારે? સેવાસદનથી વિવેકાનંદ સોસાયટી સુધીનો માર્ગ રાત્રે અંધારપટમાં ગરકાવ વાંકાનેર: વાંકાનેરના કુવાડવા રોડ પર વિકાસના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, તંત્રની આળસ અને બેદરકારીને કારણે પ્રજાને અંધકારનો સામનો કરવો પડી રહ્યો છે. વાંકાનેર તાલુકા સેવાસદનથી લઈને વિવેકાનંદ સોસાયટી સુધીના મહત્વના માર્ગ પર સ્ટ્રીટ લાઈટ્સ લગાવી દેવામાં આવી છે, […]

મોરબી તાલુકા સેવાસદનમાં કારમાં લાગી અચાનક આગ…

મોરબી: તાલુકા સેવાસદના પાર્કિગમાં પાર્ક થયેલી બ્લુ કલરની સ્વીફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આ કાર ભડભડ સળગી ઉઠી હતી. જો કે આગ અન્યત્ર ફેલાય તે પહેલાં જ ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મળેલી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલ તાલુકા સેવાસદનના પાર્કિગમાં પાર્ક થયેલી બ્લુ કલરની સ્વીફ્ટ […]

વાંકાનેર:તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સેવાસદન ખાતે ઉજવણી

વાંકાનેરમાં 73માં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી સેવાસદન કચેરી ખાતે કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયા હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. સમુહ માં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું કોરોના વોરીયૅસને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજકીય અને સામાજિક આગેવાનો અધિકારીઓ-કર્મચારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યાં […]

વાંકાનેર:75માં સ્વાતંત્ર્ય પર્વની આન,બાન અને શાન સાથે ઉજવણી

વાંકાનેર પ્રાંત અધિકારી હસ્તે ઘ્વજવંદન કરાયું… By શાહરુખ ચૌહાણવાંકાનેરમાં 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આન-બાન અને શાન સાથે કરવામાં આવી છે તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી વાંકાનેર સેવા સદન ખાતે કરવામાં આવી હતી જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી શેરસીયાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાંત અધિકારીએ પ્રસંગોપાત પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ કોરોનામાં ફરજ બજાવતા […]

વાંકાનેર: તાલુકા સેવા સદનના ઈ-સ્ટેમ્પ ઓપરેટર કોરોના સંક્રમિત, ગ્રાઉન્ડ ફ્લોરની શાખાઓ 16મી સુધી બંધ

વાંકાનેર : વાંકાનેર ખાતે રાજકોટ રોડ પર આવેલ તાલુકા સેવા સદનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઈ-સ્ટેમ્પની કામગીરી કરતા ઓપરેટર હાર્દિક મહેતાનો ગઈકાલે તા. 3ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. કચેરીના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ જન સેવા કેન્દ્ર, જીસ્વાન, મતદારયાદી કમ્પ્યુટર રૂમ, પુરવઠા શાખા, ઇ-ધારા શાખાઓ તેમજ મામલતદાર કચેરી/પ્રાંત કચેરી અરજદારો માટે તા. 3 થી 16 સપ્ટેમ્બર સુધી […]

વાંકાનેર: સબ રજીસ્ટ્રાર મહેતાની જામીન અરજી કોર્ટે ફગાવી

વાંકાનેરમાં જમીન મકાનના લે વેચનું કામ કરતા અરજદાર પાસેથી સબ રજિસ્ટાર કચેરીમાં ફરજ બજાવતા અને રાજકોટ રામકૃષ્ણ નગરમાં રહેતા કર્મચારી સંજયભાઈ કાંતિભાઈ મહેતાએ દસ્તાવેજ બનાવવા માટે જમીન મકાનના ધંધાર્થી પાસેથી રૂ.40 હજારની લાંચની માંગણી કરી હતી.જોકે રકઝકના અંતે રૂ.10 હજારની લાંચ આપવાનું નક્કી થયું હતું.અને તે જ વખતે અરજદારે સબ રજિસ્ટ્રારને રૂ.5 હજારની લાંચની રકમ […]

વાંકાનેર: સેવા સદનનો ‘મહેફિલ કાંડ’ વિડીયો પ્રકરણમાં મહિલાનો એક વધુ વીડિયો આવ્યો સામે

મહિલા દ્વારા વીડિયોમાં ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને સમગ્ર બનાવની કલેકટર દ્વારા તપાસ હાથ ધરવા માંગ કરાઈ : વિડીયોને પોતાનું ડાઇંગ ડેક્લેરેશન ગણી તેની કે તેના પરિવારને જીવનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરાઈ : મહેફિલ કાંડમાં અધિકારીઓ ભીનું સંકેલવાની પેરવી કરતા હોવાનો મહિલાનું આક્ષેપ વાંકાનેર : વાંકાનેર મામલતદાર ઓફિસમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો […]

વાંકાનેર સેવાસદનમાં થાય છે દારૂની મહેફિલ: વિડીયો વાયરલ

વાંકાનેર તાલુકા સેવા સદન છેલ્લા કેટલાક વર્ષોથી અનેક પ્રશ્નોથી ચર્ચામાં રહ્યું છે. અહીં છેલ્લા એકાદ વર્ષમાં બે મોટા અધિકારી લાંચના છટકામાં પકડાયા છે. આ સેવા સદનમાં લોકોને સેવાની જગ્યાએ હાલાકીનો જ સામનો કરવો પડી રહ્યો છે, આ સેવા સદન નહી પણ હાલાકી સદન બની ગયુ છે. ત્યારે આ સેવાસદન વધુ એક બાબતમાં વગોવાયુ છે. વાંકાનેર […]