વાંકાનેર: પંચસિયા ગામે થયેલી વેવાઈ વચ્ચે મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરના પંચસિયા ગામે રિસામણે બેઠેલી પરિણીતા પુત્રની શાળાનું સર્ટી લેવા માટે માતા સાથે આવતા બન્ને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. વેવાઈ વચ્ચે મારામારીમાં ગઈકાલે પરિણીતા અને તેની માતા સામે ફરિયાદ નોંધાયા બાદ આજે સાસરિયાં પક્ષે સામે વળતી ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના થોરાળા ગામે રહેતા પ્રભાબેન માધાભાઇ નાગર (ઉ.વ. ૫૨) એ આરોપીઓ લાલાભાઇ મસાભાઇ ભુંભરીયા રબારી, સોનલબેન મસાભાઇ ભુંભરીયા રબારી (રહે. બન્ને પંચાસીયા, તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨ ના રોજ ફરીયાદીની દીકરી પંચાસીયા ગામે સાસરે હોય જે હાલે રીસામણે હોય તેના દીકરાનુ સ્કુલ સર્ટી તેમજ કપડા ઓ પોતાના ધેર લેવા ગયેલ જયાથી પરત જતા હતા. ત્યારે આરોપીઓના ધર પાસે શેરીમાં નીકળતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી ઝગડો તકરાર કરી હાથથી મારમારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •