હવે વાંકાનેર શાકમાર્કેટમાં રાત્રે અને વહેલી સવારે એમ બે વખત હરાજી થશે.
એ.પી.એમ.સી. – વાંકાનેર સંચાલિત, શાકભાજી માર્કેટ (જુના દાણાપીઠ – વાંકાનેર) ખાતે આગામી તા. 28/9/2020ને સોમવારથી શાકભાજીની હરરાજી રાત્રે અને વહેલી સવારે એમ બે વખત કરવામાં આવશે.
હાલ જુના દાણાપીઠમાં સવારે 5:00 વાગ્યે શાકભાજીની હરરાજી કરવામાં આવે છે. પરંતુ આગામી સોમવારથી સવારે 5:00 વાગ્યે અને રાત્રે 9:00 વાગ્યે એમ 2 વખત શાકભાજીની હરરાજી કરવામાં આવશે.
આ નિર્ણય ખેડૂત અને લોકોના વિશાળ હીતમાં વાંકાનેર માર્કેટીંગ યાર્ડના વહીવટકર્તાઓએ લીધેલ છે, આ નિર્ણય વર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિમાં ભીડ ઓછી થવામાં અને આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ઓછી કરવામાં મદદરૂપ થશે. તેમજ ખેડૂતોને શાકભાજી વેચવા માટે સવાર અને રાત્રીનો એમ બે સમય મળશે.
આ બાબતે એપીએમસીના ચેરમેન શકીલ પીરદાદાએ જણાવ્યું હતું કે આ નિર્ણય વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જો તે સફળ થશે અને વેપારી અને ખેડૂતોને અનુકૂળ રહેશે તો કાયમી માટે આ બે વખત હરાજી ચાલુ રાખવામાં આવશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…