‘અમૂલ’ આવે છે રાજકોટમાં : વિશાળ પ્લાન્ટ સ્થપાશે

સૌરાષ્ટ્ર-કચ્છના દૂધ ઉત્પાદકો માટે ખુશખબર…રાજકોટમાં જામનગર રોડ પર 70 એકર જમીનમાં ‘અમૂલ’નો વિશાળ પ્લાન્ટ સ્થપાશે.

રાજકોટ: સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદક પશુપાલક અને ખેડુતો માટે એક મહત્વના સમાચાર છે. દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા ધ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ) તેનો વધુ એક દૂધ તથા દૂધની ચીજોના ઉત્પાદન પ્લાંટ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સ્થાપી શકે છે. હાલના આણંદ ખાતેના અમુલના પ્લાંટમાં આ બ્રાન્ડ નેઈમ હેઠળ દૂધથી લઈને ચોકલેટ, આઈસ્ક્રીમ, પનીર, માખણ, ચીઝ સહિતના ઉત્પાદનો થાય છે જે વિશ્વભરમાં પહોંચે છે.

સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રનો ડેરી ઉદ્યોગ હવે વધુને વધુ મજબૂત બનતો જાય છે અને તેમાં ‘અમુલ’ના આગમનથી દૂધ ઉત્પાદકોને પણ લાભ થશે. ગુજરાત સરકારે અમૂલના પ્લાંટ માટે રાજકોટમાં જામનગર રોડ પર 70 એકર જમીન આ પ્લાંટ માટે ફાળવવા નિર્ણય લીધો છે. જેમાં દૈનિક 25-30 લાખ લીટર દૂધના પ્રોસેસીંગની ક્ષમતા હશે. ગુજકોમાસોલ જે ‘અમૂલ’ બ્રાન્ડ ધરાવે થેના બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક તા.18 સપ્ટે.ના રોજ મળી હતી અને તેમાં રાજકોટમાં પ્લાંટ સ્થાપવા નિર્ણય લેવાયો છે.

ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન વાઈસ ચેરમેન અને કચ્છ ડેરીના ચેરમેન વાલમજી હુંબલે કહ્યું હતું કે અમોએ સરકાર પાસે આ પ્લાંટ માટે જમીનની માંગ કરી હતી. જેનાથી સૌરાષ્ટ્ર-કચ્છના 10 લાખ દૂધ ઉત્પાદકોને માટે લાભની સ્થિતિ બનશે.

હાલમાં ગુજરાતમાં વિવિધ સહકારી ડેરીમાં રોજનું 30 લાખ લીટર દૂધ એકત્ર કરીને તેનું પ્રોસેસીંગ કરી દૂધ, છાસ, ઘી, દહી વિ. સ્વરૂપે વેચાણ કરે છે. સૌરાષ્ટ્રમાં હાલ રાજકોટ-કચ્છ-પોરબંદર-જુનાગઢ-ભાવનગર-અમરેલી-બોટાદ-દ્વારકા ખાતે સહકારી ક્ષેત્રની ડેરીઓ આવેલ છે પણ તેની ક્ષમતા કરતા વધુ દૂધ આવતું હોવાથી તે ગાંધીનગરના અમુલના પાવડર- ઉત્પાદન સહિતના પ્લાંટમાં મોકલાય છે પણ તેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ રોજનો રૂા.15-16 લાખ થાય છે તેના બદલે રાજકોટ પ્લાંટથી બચત પણ થશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો