માહિકા ખાતે વાનગી સ્પર્ધા અને પોષણ સલાડની હરીફાઈ યોજી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું

આગાખાન સંસ્થા દ્રારા માસ્ક વિતરણ કરવામા આવ્યુ હતું.

વાંકાનેર આઇ.સી ડી એસ ઘટક -૨ માં મેસરિયા સેજાના મહિકા ગામમાં આંગણવાડી કેન્દ્રમાં વાનગી સ્પર્ધા અને પોષણ સલાડની હરીફાઈ યોજી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આગાખાન સંસ્થા દ્રારા માસ્ક વિતરણ કરવામા આવ્યુ હતું.

લાભાર્થીઓને વિવિધ શાકભાજીમાંથી કેટલા પ્રમાણમાં પોષણ મળે છે તે અંગે આ.વાડી કાર્યકર બહેનો દ્વારા સમજ આપવામાં આવી હતી તેમજ કિશોરીઓ દ્વારા બનાવેલી વાનગીનું નિદર્શન કરી વિજેતા કિશોરીઓને ઇનામ વિતરણ કર્યું હતું . આ કાર્યક્રમમાં સુપરવાઇઝર વૈશાલીબા પટગીર, આગાખાન સંસ્થાના આગેવાન ફાલગુનીબા, NNM વિરેનભાઇ,મહેશભાઇ હાજર રહ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •