Placeholder canvas

વાંકાનેર બેઠક પર હવે 13 મુરતિયા મેદાનમાં રહ્યા…

વાંકાનેર: હવે ધીરે ધીરે ચૂંટણીનો માહોલ જામતો જાય છે વાંકાનેરમાં સૌપ્રથમ આમ આદમી પાર્ટીના પ્રચાર માટે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આવી ગયા અને આવતીકાલે વાંકાનેરમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આવી રહ્યા છે.

આજે ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને છેલ્લો ટાઈમ ત્રણ વાગ્યા સુધીનો હતો. આજે ત્રણ વાગ્યા પહેલા 2 ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, જ્યારે ગઈકાલે પણ બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આમ હવે ફોર્મ ચકાસણી બાદ છેલ્લે રહેલ કુલ ૧૭ ઉમેદવારમાં ચાર ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા હવે 13 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 67 વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર કુલ 26 ફોર્મ ભરાયા હતા, જેમાંથી ફોર્મ ચકાસણી બાદ કુલ ૧૭ ઉમેદવારો રહ્યા હતા. જેમાંથી આજે ફોર્મ ભરત ખેંચવા નીની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ હવે કુલ 13 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. આમ હવે ચૂંટણીના દિવસે evmમાં આ 13 ઉમેદવારોના નામ અને નિશાન જોવા મળશે.ત્યારે જોવાનું એ રહે છે કે હવે આ 13 ઉમેદવારમાંથી 67 વાંકાનેર કુવાડવાના મતદારો કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે…

ફાયનલ 13 ઉમેદવારો :-
1) જીતેન્દ્ર સોમાણી – ભાજપ
2) મહંમદજાવીદ પીરઝાદા – કોંગ્રેસ
3) ભુપેન્દ્ર સાગઠીયા -બ.સ.પા.
4) પ્રકાશ અજાડીયા -રા.જ.ક્રા.પા
5) નરેન્દ્ર દેગડા -અપક્ષ
6) વિક્રમ સોરાણી -આપ
7) જીતેશભાઈ શાંતોલા -અપક્ષ
8) મહેબુબભાઈ પીપરવાડીવા -અપક્ષ
9) નવીનભાઈ વોરા -અપક્ષ
10) હીનાબેન રૈયાણી -અપક્ષ
11) મેરામભાઈ વરૂ -અપક્ષ
12) વલ્લભભાઈ વાઘેલા -અપક્ષ
13) રમેશભાઈ ડાભી -અપક્ષ
આ સમાચારને શેર કરો