વરહ બદલ્યું પણ ટંકારા તાલુકાના દર્દી માટે ડોક્ટર ન મુકાયો

2006 થી એક લાખની વસ્તી માટે એક પણ એમડી ડોક્ટર નથી
દિવાળી ટાણે હજારો પરીવાર સ્નેહીજનો ને સાજા કરવા દરબદર ભટક્યા.
કહેવાતા નેતાઓ પેટનુ પાણી પણ ન હલયુ કોગેસના ધારાસભ્ય કગથરા ઉપર પણ ફિટકાર એક પણ વખત આ મુદે રજુઆત ન કરી

By જયેશ ભટાસણા -ટંકારા
આમતો ટંકારા એ વેદની દ્રષ્ટિએ વિખ્યાત છે પણ વેદના માટે પણ પ્રખ્યાત છે એકાદ લાખની વસતિ વચ્ચે માત્ર એકજ સામુહિક આરોગ્ય કેન્દ્ર છે અને દવાખાનું ખુદ દવા માંગે છે સુવિધા નામે શુન્ય સરકારી હોસ્પિટલમાં હજારો દર્દી છેલ્લા સોળ વરસથી સાજા થવા ધખ્ખા ખાઈ છે અને હર વખતે એ ધખ્ખો ફોગટ જાય છે

ટંકારા વાસી હજારો રૂપિયા ટેક્ષના આપી સરકાર પાસે એના સ્વસ્થને સાજા કરનાર ની માંગ વર્ષોથી કરે છે પણ કહેવાતા નેતાઓ જે ટંકારાને વેદની નગરી તો માને છે પણ વેદનાની નગરી ગણવા તૈયાર નથી ગુજરાતના રાજ્યપાલના ગુરૂનુ ગામ દર્દથી પીડાતુ હોય અને કોઈ તંત્ર ધ્યાન પણ ન આપે તો પછી બિજા તાલુકાની હાલત શું થતી હશે.

માટે ટંકારામાં વરસ બદલ્યું છે વેદના નહિના બળાપા સાથે કોગેસના ધારાસભ્ય લલિત અને ભાજપના સાંસદ અને 27 વરહ ટંકારા બેઠક ના ધારાસભ્ય મોહન ઉપર લોકો રિતસરનો ફિટકાર વરસાવી રહા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સુવિધા વિનાના ટંકારા સરકારી હોસ્પિટલ ને કારણે હજારો પરીવાર પરેશાન થયા અને હજારોએ એના જીવ પણ ગુમાવ્યા છતા નકટા અને નિર્ભર તંત્ર કે સરકાર ને શરમ નથી કે ટંકારા તાલુકાના એક માત્ર દવાખાને ડોક્ટર આપે

આ સમાચારને શેર કરો