Placeholder canvas

વાંકાનેર: કણકોટ પાસે ફૂલ સ્પીડમાં આવતી ઇકો કાર કૂવામાં ખાબકી..! પછી શું થયું? જાણો

રોડથી આશરે 15 ફુટ દુર આવેલા કુવામાં એક બાળક સહિત બે મહિલા સાથે કાર કૂવામાં ખાબકી, ડ્રાઇવર સહિત બે પુરૂષનો બચાવ….

ગામલોકો મદદે દોડી આવ્યા, મામલતદાર અને પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો, જેસીબી દ્વારા કાર બહાર કાઢવામાં આવી…

વાંકાનેર: ગઈકાલ મોડી રાત્રે વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે રાજકોટ જવાના ખોરાણાવાળા શોર્ટ રસ્તા (નવા કણકોટ જવાના રસ્તા પર) ફૂલ સ્પીડમાં આવતી ઇકો કારના ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડથી આશરે પચાસેક ફૂટ દૂર આવેલ એક કૂવામાં કાર પડી ગઈ હતી. ડ્રાઇવર કૂદકો મારીને નીકળી ગયો હતો, જ્યારે કારમાં સવાર બે પુરુષ પણ બચી ગયા છે. તેઓ કુવામાં આવેલ કડ પર ચડી ગયા હતા અને લોકોએ તેમને બહાર કાઢ્યા હતા. જ્રયારે બે બાળક સહિત બે મહિલાઓ સાથે કાર કૂવામાં પડી હતી. કૂવામાં પાણી વધારે હોવાથી કાર પાણીમાં ડૂબી ગઈ હતી. અને દેખાતી પણ નોહતી..

આ ઘટના સ્થળ પર જોતા એવું લાગે કે આ કૂવામાં કાર કોઈ નાખવા ઇચ્છે તો પણ ન પડે ત્યારે આ કાર કૂવામાં પડી કઈ રીતે ? તેવું સ્થળ પર જોનાર લોકોનું કહેવું છે. રોડની બાજુમાં નિચાણ વાળી જગ્યા સામે મોટા ટેકરા જેવું અને એક ઝાડ, ફેન્સીંગ તાર બાંધેલી વાળ આ બધાની વચ્ચે અશક્ય લાગે તે રીતે ફૂલ સ્પીડમાં આવેલી કાર કૂવામાં પડી હતી.

પ્રાથમિક મળેલી માહિતી મુજબ આ પરિવાર અમદાવાદ તરફ નો હોય અને તેઓ ધાર્મિક સ્થળોએ યાત્રા માટે નીકળ્યા હતા. દ્વારકાથી વાંકાનેર તરફ આવી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

આ ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાજકોટ ફાયર તેમની ટીમ સાથે આવી ગયું હતું. ફાયર ફાઈટરે લાઈટ કરી અને પ્રકાશ કર્યા બાદ પાણીમાં ડૂબી ગયેલી કાર ને બહાર કાઢી હતી જોકે આ દરમિયાન વાંકાનેર નગરપાલિકાનું મીની ફાયર ફાઈટર પણ આવી ગયું હતું (પણ એમનું ગજુ પણ શું ) રાજકોટ ફાયરની ટીમે કૂવામાંથી બહાર કાઢેલી ગાડીમાં બે બાળકો અને બે મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાડી ને બહાર કાઢવામાં લગભગ કલાક-દોઢ કલાક નો સમય પસાર થઈ જતા ઇકોમાં રહી ગયેલી બે બાળકો અને બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિના મોત થયા હતા. તેમને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો