નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા જનજાગૃતિ અભિયાન
By Arif Divan
રાજકોટના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જનજાગૃતિ અભિયાન કોરોના પરિસ્થિતિ અંગે ચલાવવામાં આવી રહ્યું છે.
આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે લડી રહ્યું છે ત્યારે ભારત સરકારના ખેલકૂદ મંત્રાલયે અંતર્ગત કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર જિલ્લા યુવા સંયોજન શ્રી સચિનભાઈ પાલ અને રાજેશ રાઠોડના માર્ગ દર્શનથી રાજકોટના સ્વયંસેવકો એશ્વર્યા નિમાવત, યશ રાઠોડ, દીશા પોકિયા, ધારા ભાડજા આ વૈશ્વિક મહામારી સામેની લડતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
સ્વયંસેવકો લોકોમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવીને તથા ભારત સરકારની આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવી ને જાગૃતિ ફેલાવી રહ્યા છે. લોકોને માસ પહેરવાની તથા આ કપરા સમયમાં બાળકો તથા વૃદ્ધ લોકોની દેખભાળ રાખવા ખાસ અપીલ કરી રહ્યા છે. એપમાં વિવિધ ટ્રેનિંગ લોકોને આપી રહ્યા છે તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું મહત્વ સમજાવીને લોકડાઉન પછી પણ તે જાળવવા માટે માહિતી આપી રહ્યા છે. સ્વયંસેવકો દ્વારા માસ્ક બનાવીને વિતરણ પણ કરવામાં આવી રહ્યુ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…