વાંકાનેર: શકતીપરામાં આવેલ મદ્રાસા એ અનવારે ખ્વાજા દ્વારા આર્થિક મદદ માટે અપીલ

વાકાનેર: વાંકાનેર ના શક્તિપરા ગામ ખાતે મદ્રેસા એ અનવારે ખ્વાજા દ્વારા પવિત્ર રમઝાન માસ નિમિત્તે સર્વે મુસ્લિમ સમાજને ખાસ જણાવવાનું કે વાંકાનેર હસનપર પાછળના આવેલા શકતીપરા વિસ્તારમાં છેલ્લા દસ વરસથી આ વિસ્તારના નાના બાળકો આ વિસ્તારના દીને ઇસ્લામની તાલીમ વિનામૂલ્યે મેળવી રહ્યા છે. શક્તિપરા ઍ ગરીબ મજુર વિસ્તાર છે જે મદરસો આજુ બાજુના ગામના ફાળા ઉપરજ ચાલે છે, આવા શકતીપરાના મદ્રાસા એ અન્વરે ખ્વાજા દ્વારા અપીલ કરવામાં આવી છે.

હાલ કોરોના વાયરસ અંતર્ગત ફંડ ફાળા લેવા સંસ્થાના સભ્યો કમિટીના સભ્યો આવી શકે તેમ ન હોવાથી સર્વે મુસ્લિમ બિરાદરો દર વર્ષની જેમ આ વર્ષે પણ સાથ-સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે. તો આપના તરફથી જકાત ખેરાત ઇમદાદ ફિત્રરા સદકાની મદદ કરવા નમ્ર અપીલ સંસ્થાના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ લોકડાઉન શરૂ હોય જેથી ચંદો ફંડફાળો કરનાર કમિટીના સભ્યો આપની સમક્ષ ના પહોંચી શકે તો આપ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ જરૂરત મંદ બાળકોને દિને ઈસ્લામી તાલીમ મેળવતા બાળકોને દિનની તાલીમ ચાલુ રહે તે માટે મદદ કરી સાવાબે ઝારીયા હશીલ કરશો તેવુ મદ્રાસા એ અન્વરે ખ્વાજાના ટ્રસ્ટીઓએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

આર્થિક મદદ માટે નીચેની વ્યક્તિઓનો સંપર્ક કરો.
ફીરોજભાઈ (રેલ્વેવાળા) મો.9979286787, ઉમરભાઈ જુમાભાઈ 9725878122 આ બન્ને નંબર પર ફોન કરીને ફાળો લખાવી શકો છો, સંસ્થાના કોઇ પણ વ્યક્તિ આપના ઘર, ઓફિસ કે દુકાને આવીને લાઈ જશે અને પહોંચ આપી જશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો