મોરબી: સેપક ટકરાવ એસોસિયેશનમા મુસ્તાક સુમરાની જોઈન્ટ સેક્રેટરી પદે વરણી
મોરબી: હિંમતનગર ખાતે તાજેતરમાં મળેલ સેપક ટકરાવ એસોસિયેશનની વાર્ષિક સભામા ગુજરાત રાજ્ય કક્ષાના એસોસિયેશનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી ,જેમા મહેસાણા જિલ્લાના વિનુભાઈ દેસાઈને સેક્રેટરી તેમજ મોરબી જિલ્લામાથી મુસ્તાક સુમરાને જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે.
મુસ્તાક સુમરા હાલમા ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમા સ્પોર્ટ્સ ટીચર તરીકે નોકરી કરે છે, તેમજ મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશનમા પણ જોઈન્ટ સેક્રેટરી , સેપક ટકરાવ એસોસિયેશન મોરબીમા સેક્રેટરી , ફીઝીક્લ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી જિલ્લા સેક્રેટરી , સાથે મોરબી જિલ્લા ફૂટબોલ કોચ તરીકે સેવા આપે છે ,
ગુજરાત રાજ્યના સેપક ટકરાવ એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી બન્યા બદલ મુસ્તાક સુમરાને ચારે તરફ થી તેમના મોબાઈલ નંબર 9924192926 પર અભિનંદન આપી રહયા છે.
સેપક ટકરાવ એ એક એશિયન ગેમ્સ છે જે મલેસીયાની રાષ્ટ્રીય રમત છે. આ રમત 2032મા ઓલમ્પિક ગેમ્સમાં પણ સામેલ કરવામાં આવશે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…