લીંબડી સરકારી હોસ્પિટલના ગાર્ડ ઉપર ખૂની હુમલો

બુલેટ ઉપર આવેલા શખ્સે ગાર્ડ ઉપર હુમલો કરી અને ગંભીર ઇજા પહોંચાડી

સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય નાગરિકની કોઈ સલામતી રહી નથી ત્યારે સામાન્ય બોલાચાલીમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તેની ઉપર હુમલાની ઘટનાઓ બને છે અને દિન પ્રતિદિન સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં તો મહિલાઓથી લઈ અને સિક્યુરિટી ગાર્ડ સુધીની હુમલાની ઘટનાઓ સામે આવી છે

સામાન્ય જનતાની સલામતીનો હાલમાં સવાલ ઉભો થયો છે, કેમકે હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામની સરકારી હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા સિક્યુરિટીને થોડા દિવસ પહેલા કોઈ સાથે સામન્ય બાબતે માથાકૂટ થઈ હતી જેનો ખાર રાખી અને રાત્રિના સમયે બુલેટ ઉપર આવીને હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

સિક્યુરિટી ગાર્ડની હાલત નાજુક ગણાતા તેને તાત્કાલિક અસરે અમદાવાદ ખાતે સારવાર માટે ઘસેડવામાં આવ્યા હોવાનું હાલમાં ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. હુમલાખોર કોણ છે ? અને બુલેટ ઉપર આવી અને હુમલો શા માટે કર્યો ? જેની વધુ વિગતો પોલીસ મેળવી રહી છે.

આ સમાચારને શેર કરો