Placeholder canvas

વાંકાનેર: સરતાનપર રોડ પર ગેસ ટેન્કર પલ્ટી મારી ગયું, ડ્રાઈવરનું મોત 

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પુરપાટ વેગે જતા ટેન્કર ચાલકે રફ્તારની ગતિમાં બેફામ બનતા ગેસ  ટેન્કરનો કાબુ ગુમાવતા ગેસ ટેન્કર પલ્ટી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

આ બનાવ અંગે મૃતકના ભાઈ રાધેશ્યામ રામહીમાન્ચલ વર્માએ વાંકાનેર તાલુકા પોલીસમાં દાખલ કરેલ ફરિયાદ અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની માખનલાલ દેવરાજ વર્મા  ગત તા.તા.૧૬/૧૦/૨૦૨૨ના રોજ ગેસ ટેન્કર રજી.નં. KA-01-AM-5638 પર સરતાનપર રોડ પર પરથી પસાર થતા હતા. એ સમયે બેફીકરાઇ અને ગફલતભરી રીતે વધુ સ્પીડમાં ચલાવતા પાવર હાઉસથી આગળ નેક્ષટાઇલ્સ સીરામીક સામે ભયજનક વળાંકમાં પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા ગેસ ટેન્કર પલ્ટી જતા માખનલાલને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નીપજ્યું હતું.

આ મામલે પોલીસે આઇપીસી ક.૨૭૯,૩૦૪-અ,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો