Placeholder canvas

કડકડતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર: આગામી 5 દિવસ વરસાદની નહિંવત સંભાવના…

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક માવઠાની અસર થઈ હતી. ત્યારે હવામાન વિભાગથી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની નહીંવત શક્યતાની આગાહી કરી છે. જ્યારે ચાર દિવસ તાપમાનનો પારો ગગડશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને કોઈ આગાહી નથી. પરંતુ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદ સિવાય શિયાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ દિવસનું મહત્તમ તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થાય છે. આગામી ચાર દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન જણાતા આગામી દિવસોમાં પણ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે.

આ સમાચારને શેર કરો