વાંકાનેર: મોટા ભોજપરા ગામની મહિલાનું રાજકોટમાં ડીલેવરીમાં મોત

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા મોટા ભોજપરા ગામની સીમમાં આવેલ સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતી પરિણીતાને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન સગર્ભા મહિલાનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે આવેલ સુપ્રિમ સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતી અક્ષાનાબેન આરીફભાઈ મકવાણા નામની ૨૫ વર્ષીય પરિણીતાને ડિલિવરી સબબ વાંકાનેર સિવિલે લઈ જવામાં આવી હતી.

વાંકાનેર પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ડોક્ટર દ્વારા અક્ષાનાબેનને રાજકોટ રીફર કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું રાજકોટથી બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર સીટી પોલીસ મથકના એએસઆઇ પી.એમ.સોલંકીએ બનાવવાની આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો