વાંકાનેર: પોલીસ રાજેશભાઈ અને પીઆઇ રાઠોડ વિરુદ્ધ FIR નોંધો -યોગેન્દ્રસિંહ ઝાલા

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એક રિક્ષા ચાલક સામે પોલીસ રાજેશભાઈ મંગાભાઈ ચાવડાએ ફરજમાં રૂકાવટની ફરિયાદ કરેલ છે તેમની સામે આ રીક્ષામાં બેસીને માળીયા મિયાણા થી મજુરી કામ કરવા વાંકાનેર આવેલ મજૂરોને આ પોલીસ દ્વારા ફડાકા મારવામાં આવ્યા હોય તેવી ફરિયાદ ઝાલા યોગેન્દ્રસિંહ દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

આ ફરિયાદ કરવા માટે કરવામાં આવેલી લેખિત અરજી માં યોગેન્દ્રસિંહ ઝાલા જણાવ્યું છે કે તેમના નેજા હેઠળ ચાલતા બાંધકામમાં મજૂરીકામ કરતા અને માળીયામીયાણા થી આવતા મજૂરો મજૂરીકામ સબક રિક્ષા લઈને માળીયા મીયાણાથી વાંકાનેર ખાતે આવેલ આ સમયે વાંકાનેર નેશનલ હાઈવે ચોકડી પાસે પોલીસ કોન્સ્ટેબલ તેઓની રીક્ષા રોકેલ અને ગેરકાયદેસર રીતે લાંચરૂશ્વતના 200 રૂપિયા વ્યક્તિદીઠ માંગેલ, આ રીક્ષા ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ અને રીક્ષાના તમામ કાગળો હોવા છતાં પોલીસે કંઈ પણ સાંભળ્યા વગર મજૂરો પાસે વ્યક્તિદીઠ રૂપિયા 200ની માંગણી કરતા રિક્ષા ચાલકે યોગેન્દ્રસિંહને ફોન કરીને સંપૂર્ણ ઘટનાની જાણ કરી હતી. અને મજૂરોએ ફરજ પરના પોલીસને યોગેન્દ્રસિંહ સાથે વાત કરવા જણાવેલ પરંતુ પોલીસે ફોન પણ વાત ન કરી અને ફોન કાપીને ગુસ્સા પૂર્વક મજૂરોને અપશબ્દો કહેલ અને ધમકી આપે અને એવું પણ કહેલ કે તારે જેને કહેવું હોય તેને કહી દે પૈસા તો આપવા જ પડશે અને ગુસ્સે ભરાયેલા પોલીસ ચાવડા રાજેશભાઈ મંગાભાઈએ રીક્ષાના ડ્રાઈવર સહિત મજૂરોને લાફા મારી દીધા હતા. આ અંગેની જાણ થતાં તેઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને આ મજુરને શા માટે માર્યા તેવું પુછતાં ત્યારે તેમણે એવું કહેલ કે મારે કરવું હશે તેમ જ કરીશ, મારી બદલી કરાવી નાખો તેવા બેજવાબદાર પ્રત્યુત્તર આપ્યા હતા.

પોલીસ સ્ટેશને યોગેન્દ્રસિંહ ઝાલાએ ચાવડા રાજેશભાઈ મંગાભાઈ વિરુદ્ધ ફરિયાદ કરવાનું જણાવેલ જેના બદલામાં પીઆઇ રાઠોડે એવુ કહેલ કે અમે પણ તમારી વિરુદ્ધમાં ફરજમાં રુકાવટનો કેસ કરીશું આવી તેમણે મને સ્પષ્ટ ધમકી આપેલ. યોગેન્દ્રસિંહ ઝાલાએ શહેર પોલીસ મથકે ઇનવર્ડ કરાવેલી એફ.આઇ.આર નોંધવા માટે અરજીમાં માંગ કરવામાં આવી છે કે રાજેશભાઈ મંગાભાઈ ચાવડા વિરુદ્ધ મજૂરોને માર મારવા બદલ એફ.આઇ.આર.નોંધવામાં આવે તેમ જ પીઆઇ રાઠોડ કાયદાની મર્યાદા હેઠળ કામ કરવાના બદલે રાજેશ મંગાભાઈ ચાવડાની સામે ફરિયાદ ન લેવા તેમજ મારી સામે ખોટી ફરિયાદ કરવાની ધમકી આપવા બદલ તેમને વિરુદ્ર એફ.આઇ.આર. નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર બાબત અંગેના પુરાવા તરીકે યોગેન્દ્રસિંહ ઝાલાએ આ સંપૂર્ણ ઘટનાની વીડિયોની સીડી પણ આપેલ છે. આ વીડિયોમાં રાજેશભાઈ ચાવડા પોતે ઝાપટ મારી હોવાનું કહી રહ્યા છે તેવુ સ્પષ્ટ જોવા મળે છે.

જેથી યોગેન્દ્રસિંહ ઝાલાએ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાને ટેલિફોન દ્વારા સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને એસ.પી ઍ એવું જણાવ્યું હતું કે તેઓ શહેર પી.આઇ રાઠોડને ઘટનાસ્થળે મોકલે છે. ત્યાર બાદ ઘટના સ્થળે પીઆઇ રાઠોડ આવતા ઘટના વિશે કંઈ પણ જાણ્યા વગર મજૂરોને ધમકી આપવા લાગ્યા કે તમારું વાહન ડિટેઇન કરી દઈશ આ સમયે યોગેન્દ્રસિંહએ તેમને સમગ્ર વિગત જણાવેલ ત્યારે તેમણે તેવું જણાવેલ કે પોલીસને માર મારવાનો અધિકાર છે છતાં પણ તમે પોલીસ સ્ટેશને આવો આપણે ચર્ચા કરીએ…

યોગેન્દ્રસિંહ ઝાલા એ આ અરજીની નકલ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક, રાજ્ય પોલીસ વડા, ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી ને પણ નકલ મોકલવામાં આવેલ છે. જો પોલીસ ટૂંક સમયમાં આ બંને પોલીસના અધિકારી સામે એફ.આઇ.આર નહિં નોંધે તો ગાંધીનગર ઉચ્ચકક્ષાએ રૂબરૂ રજૂઆત કરવા જશે અને જરૂર પડ્યે કોર્ટના દરવાજા પણ ખખડાવાની યોગેન્દ્રસિંહ ઝાલાઍ મૌખિક જણાવ્યુ હતુ.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો