Placeholder canvas

ખેડૂતો માટે માઠા સમાચાર: હવામાન વિભાગે આપી ફરી પાછી વરસાદની આગાહી…

રાજ્યમાં હજી માવઠાના વરસાદથી બધું સુકાણું નથી ત્યાં તો હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. જેની સાથે જ ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. હવામાન વિભાગના અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે.

આ અંગે રાજ્યના હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોમસી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં દમણ દાદરાનાગર હવેલી, સુરત નવસારી, ડાંગ અને તાપીમાં તો સૌરાષ્ટ્રના સમુદ્ર તટીય વિસ્તાર અમરેલી અને ભાવનગરના કમોમસી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સુકુ રહેવાની સંભવાના છે. જો કે આગામી 2 દિવસ કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ખૂબ જ હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડમાં હળવા વરસાદનું અનુમાન છે. અહીં કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. તાપમાનનો પારો પણ 4થી 5 ડિગ્રી ગગડતાં ઠંડીમાં વધારો થશે. જેમાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. તેમજ માવઠાની સાથે ઠંડીનું જોર પણ રાજ્યમાં ફરી એકવાર વધશે.

આ સમાચારને શેર કરો