વાંકાનેર

વાંકાનેર તાલુકાના પીવાના પાણી અને સિંચાઇના ઉકેલ માટે કેબિનેટ મંત્રીને રજૂઆત..

વાંકાનેર તાલુકાના પીવાના પાણી અને સિંચાઇના વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા અને લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં સૌપ્રથમ વાંકાનેર તાલુકાના ઢુવા અને ચંદ્રપુર જિલ્લા પંચાયત સીટમાં આવતા અતિ પછાત વિસ્તારના ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે કોઈપણ સગવડતા ન હોય જેથી કરીને કાયમી ઉકેલ લાવવા ખાસ યોજના બનાવવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે કુંવરજીભાઈ બાવળિયાને કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યો, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ, માજી પ્રમુખો તથા તાલુકા સંગઠન, સરપંચો અને આગેવાનો સાથે રાખીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી.

આ સમાચારને શેર કરો