Placeholder canvas

મોરબી: સાંજ સુધી એક પણ કોરોના કેસ ન આવ્યો અને સાંજે એકી સાથે ૭ ટપક્યા

મોરબી જિલ્લાનો કુલ કેસનો આંકડો થઈ ગયો 136

મોરબી : મોરબી જિલ્લામાં જુલાઈ માસમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. જ્યારે આજે સાંજ સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જેથી સ્થાનિક તંત્ર અને લોકોના હાસકારો અનુભવ્યો હતો. તેવામાં સાંજે 6.30 બાદ મોરબીમાં એક સાથે 7 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

મોરબીમાં આજે સાંજ સુધી શાંતિ રહ્યા બાદ એક સાથે 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 2 ખાનગી લેબ અને 5 સરકારી લેબમાં પોઝિટિવ આવ્યા છે. જે અંગે મળતી વિગત મુજબ ખાનગી લેબમાં મોરબી શહેરમાં આનંદનગરમાં રહેતા મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.50) તેમજ મોરબી શહેરના કન્યા છાત્રાલય પાછળ વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા ગઈકાલે પોઝિટિવ આવેલા ડો.કાજલ મોરડીયાના માતા અલકાબેન ગીરીશભાઈ મોરડીયા (ઉ.54)નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

જ્યારે જામનગર લેબમાં પોઝિટિવ આવેલા રિપોર્ટની મળતી માહિતી મુજબ મોરબી શહેરના નવલખી રોડ પર બોખાની વાડીમાં રહેતા ગોપાલભાઈ પીતાંબરભાઈ નકુમ (ઉ.30) તેમજ મોરબી શહેરના ચંદ્રેશનગરમાં રહેતા પુનિતભાઈ જે. ઓરિયા (ઉ.57) અને મોરબી શહેરના સામાંકાંઠે, ત્રાજપર ચોકડી પાસે રહેતા લલિતભાઈ રામણિકભાઈ (ઉ.55) તથા મોરબી શહેરમાં વજેપર શરી નં.15માં રહેતા નીતિન કાંતિલાલ કંઝારીયા (ઉ.30) અને મોરબી શહેરમાં સામાંકાંઠે, તાલુકા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કર્મીના પરિવારના સભ્ય સંગીતાબેન મયુરભાઈ રાઠોડ (ઉ.35)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આમ આજે સાંજના એકી સાથે 7 પોઝિટિવ કેસ આવતા મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 136 થઈ ગયા છે.

આ સમાચારને શેર કરો