સુગમ સંગીત સ્પર્ધામાં મોરબીની વિધાર્થીની રાજ્યકક્ષાએ ઝળકી

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલી સુગમ સંગીત સ્પર્ધામાં અંડર 15 વિભાગમાં મોરબીની અનેરી આશિષભાઈ ત્રિવેદીએ મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો ઉપરાંત ગુજરાત રાજ્યમાં તે ટોપ 10 માં પસંદગી પામી હતી. આગામી તારીખ 10/1 ના રોજ અનેરી ત્રિવેદી મહેસાણાના વડનગર ખાતે યોજાનાર સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરશે

માત્ર 9 વર્ષની ઉમરે અનેરી ત્રિવેદીએ ગાયન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિથી તે ચોમેરથી પ્રશંસા પ્રાપ્ત કરી રહી છે. તેને ગાયેલા ‘ મારા સપનામાં આવ્યા હરી…’ ગીતને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •