હળવદ: ત્રણ રસ્તા પર આઇસર અને બોલેરો વચ્ચે અકસ્માત

હળવદ: બાયપાસ ત્રણ રસ્તા પાસે આઇસર ગાડી અને બોલેરો વચ્ચે અકસ્માત થતા બોલેરો ચાલકને ગંભીર રીતે ઇજા થઈ હતી આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર આઇસર ગાડી નંબર GJ-01-AY-8118 વાળુ પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમમાં એ રીતે ચલાવી હળવદ ગામ માં જવાના રોડ ઉપર ફરિયાદી પ્રભુભાઈ વેલાભાઇ પરમાર રહે.ભીમાસર તા.રાપર જિ.કચ્છ વાળા ની બોલેરો ગાડી નંબર GJ-02-ZZ-4961 સાથે આઇસર ગાડી ભટકાડી અકસ્માતને અંજામ આપ્યો હતો.અકસ્માતના પગલે ફરિયાદી તથા તેની સાથે રહેલા ઈસમને શરીરના ભાગે, માથામાં તથા છાતીના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ અંગેની આગળની તપાસ હળવદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •