અબડાસા: દાવતે મુસ્તુફા સંસ્થા તરફથી કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજાયો

વિંઝાણ: અબડાસા તાલુકાના વિંઝાણ ગામ મધ્યે દાવત એ મુસ્તફા અબડાસા સંસ્થા તરફથી સૈયદ સલીમબાપુના નેજા હેઠળ ડો. સૈયદ હાજી જહાંગીરશા બાવા સાહેબના અધ્યક્ષ સ્થાને કોરોના સમયે લોક ડાઉનમાં સંસ્થા દ્વારા 1300 તેરસો કિટ વિતરણ કરવામાં આવી હતી તે સમયે સંસ્થાને સાથ સહકાર આપનાર અને પોતાના રીતે પણ રાશનકીટ વિતરણ કરનારાઓ, તે સમયે પોતાની જાન અને પરિવારની પરવા કર્યા વગર અબડાસાની ખમિરવંતી પ્રજાની વહારે મદદ માટે ખડેપગે સેવા આપનાર અધિકારીશ્રીઓ કોરોના વોરીયર્સના પ્રમાણપત્ર આપી બહુમાન કરવામા આવેલ

કચ્છના હિન્દુ મુસ્લિમ જેમના પર હમેશાં ગર્વ કરે છે એવા વિંઝાણ ગામના સૈયદ પરિવારના ડો.હાજી જહાંગીરશા બાવા સાહેબ જેઓ કોમી એકતાના મસિહા તરીકેની છાપ ધરાવે છે જેઓ એ આખી જિંદગી માનવ સેવા એજ મોટો ધર્મ ની કહેવત ને સાર્થક કરવામાં જ પસાર કરી છે. કચ્છની ખમિરવંતી પ્રજા પર જ્યારે જ્યારે મુસીબત આફત ભલાઓ આવી છે ત્યારે ત્યારે આ હાજી મિયાં સાહબ પરિવારના સૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ, ડો.હાજી જહાંગીરશા બાવા સાહેબ અને હાજી સુલતાનશા બાવા સાહેબ આ ત્રણેય ભાઈઓ દરેક આપતી જેવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ, દુષ્કાળ પડ્યો હોય કે કોરોના જેવી મહામારી હોય આ પરિવાર હમેશા હિન્દુ મુસ્લિમનો ભેદભાવ વગર મદદરૂપ થતા આવ્યા છે.

છેલ્લા ત્રીસ વર્ષથી વિધવા સ્ત્રીઓ અને અનાથ બાળકો અને અતિ આવશ્યકતા ધરાવતા ગરીબ પરિવારોને દર મહિને રાશનકિટ અને અન્ય રોકળ રકમ સહિત મદદ પહોંચાડવામાં આવે છે. જેઓની આ સેવાની કદર કરતા અબડાસા મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી સૈયદ ડો.હાજી જહાગીરશા, હાજી સુલતાનશા, હાજી અનવરશા અને હાજી અમીનશા આ તમામ મહાનુભાવોનો અબડાસા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ દાવત એ મુસ્તફા અબડાસા સંસ્થા દ્વારા લોકડાઉન દરમિયાન સેવા આપનારા અધિકારીઓ નલીયા મામલતદાર કચેરી ના નાયબ મામલતદાર વાડા, ગળપાદર જેલ સુપ્રીટેન્ડ મનુભા જાડેજા, કોઠારા પીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઈજનેર ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોઠારાના ડોક્ટર ડી.એસ જાડેજા, નરા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ પરમાર અને પી.એસ.આઈ.હાજી ઈશાક હિંગોરા સહિતના અધિકારીઓને કોરોના વોરીયર્સના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ કોઠારા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જાડેજાની લોકડાઉનમાં સારી કામગીરી અભિનંદનને પાત્ર હોઈ તેઓની કદર કરતા કોરોના વોરીયર્સનું પ્રમાણપત્ર આપવા આવ્યુ હતું, સાથે તેમની બદલી થતાં તેમનું વિશેષ વિદાય સન્માન કરવામાં આવ્યું હતું

એ.એસ.આઈ શ્રી હાજી ઓસમાણ હિંગોરા,અને પત્રકાર સૈયદ રઝાકશા અને અબડાસા મુસ્લિમ સમાજના પોલીસ, બીએસએફ, સીઆરપીએફ,માં સેવા કરનારાઓ તમામ જાંબાઝ જવાનોને કોરોના વોરીયર્સના પ્રમાણપત્ર આપવા માં આવ્યા હતા

સાથે સાથે અન્ય સંસ્થાકિય અને સામાજીક અને રાજકીય વિવિધ આગેવાનો અને દાવત એ મુસ્તફા અબડાસાના કાર્યકરોને પણ કોરોના વોરીયર્સ ના પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે હિંદુ મુસ્લિમ સમાજના સામાજીક, રાજકીય,આગેવાનો સરકારી અધીકારીઓ સહિત ના આગેવાનો એ હાજરી આપી હતી તેમ સંસ્થાના મહામંત્રી રજાક હિંગોરા જણાવ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો