મોરબી: લાંચ કેસમાં સર્કલના 3 દિવસના રિમાન્ડ મંજુર
મોરબી : મોરબીની સીટી મામલતદાર કચેરીના સર્કલ શનિવારે રૂ.1 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. ત્યારે આ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોરબી સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ જુવાનસિંહ રતનસિંહ ખેરને ગત શનિવારનાં રોજ એસીબીએ એક અરજદારની વારસાઈ નોંધ પ્રમાણિત કરવા માટે રૂ.1000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. રવિવારે રિપોર્ટ નોર્મલ આવતા એસીબીની ટીમે જુવાનસિંહ ખેરની ધરપકડ કરી હતી અને સોમવારનાં રોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. કોર્ટે આ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને રિમાન્ડ દરમ્યાન આરોપીના ઘરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવશે અને બેનામી મિલ્કત અંગે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.આ અંગે વધુ તપાસ સુરેન્દ્રનગર એસીબી પી.આઈ ચૌહાણ ચલાવી રહ્યા છે.