skip to content

મોરબી જિલ્લા પંચાયત સેવા કર્મચારી મંડળની રચના: પ્રમુખ પદે ડી.ડી.પટેલ અને ઉપપ્રમુખ પદે આઇ.એચ.માથકિયા

મોરબી જીલ્લા પંચાયત સેવા કર્મચારી મંડળની રચના માટે ગઈકાલે એક બેઠક મળી હતી જેમાં આ સૂચિત સંગઠનની રચના કરવામાં આવી અને તેમના પ્રથમ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી રાજ્યના પ્રતિનિધિ વિગેરે હોદેદારોની બીનહરિફ વરણી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા પંચાયત સેવાના કર્મચારીઓના મંડળ માટે મળેલ બેઠકમાં પ્રમુખ પદે ડી.ડી.પટેલ, જુ.ક્લાર્ક, તા. પં. મોરબી, ઉપપ્રમુખ પદે આઇ.એચ.માથકિયા, વિ.અધિ.(પંચાયત), તા. પં. વાંકાનેર, મંત્રી પદે વિ.એમ. જીવાણી, સિ.ક્લાર્ક, તા. પં. મોરબી, રાજ્ય સંગઠન પ્રતિનિધિ કે.એસ.ગંગારામાણી, સિ.ક્લાર્ક, પી. એ. ટુ પ્રમુખશ્રી, જિ. પં. મોરબી, સલાહકાર આર.એમ.ત્રિવેદી, નાયબ ચિટનીસ(મહેકમ), જિ. પં. મોરબી, ખજાનચી- શ્રી બી.ડી.કાનગડ, જુ.ક્લાર્ક(હિસાબી), હિસાબી શાખા, જિ. પં. મોરબી, સહ મંત્રી – શ્રી બી.બી.સોલંકી, મ.તા. વિ.અધિ, તા. પં. મોરબી, સહ મંત્રી – શ્રી એચ.વી.ભટ્ટ, સિ.ક્લાર્ક, તા. પં. હળવદ, ઓડિટર – શ્રી જે.એસ. દઢાણિયા, જુ.ક્લાર્ક, પંચાયત શાખા, જિ. પં. મોરબીની બિનહરિફ વરણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત કારોબારી સમિતિના સભ્યો તરીકે
૧. એ.જે.ગૂઢડા, જુ.ક્લાર્ક, ખેતીવાડી શાખા, જિ. પં. મોરબી
૨. કે.એસ.ગંગારામાણી, સિ.ક્લાર્ક, પી. એ. ટુ પ્રમુખશ્રી, જિ. પં. મોરબી
૩. પ્રવિણાબેન ગઢીયા, જુ.ક્લાર્ક (હિસાબી), તા. પં. મોરબી
૪. આર.એમ.ત્રિવેદી, નાયબ ચિટનીસ(મહેકમ), જિ. પં. મોરબી
૫. વિ. એ. લો, વિ.અધી(પંચાયત), તા. પં. ટંકારા.
૬. પી. એન. પંડ્યા, જુ.ક્લાર્ક, વહીવટ શાખા, જિ. પં. મોરબી
૭. એચ.ડી.કુંડારિયા, પટ્ટાવાળા, તા. પં. મોરબી.
આ ઉપરાંત સભ્ય તરિકે નીતિન ઠોરિયા, જુ.ક્લાર્ક, તા. પં. ટંકારા, એચ.ડી. વડાવિયા, જુ.ક્લાર્ક (હિસાબી), બાંધકામ શાખા, જિ. પં. મોરબી, સલીમભાઈ અબડા, સિ.ક્લાર્ક(હિસાબી),શિક્ષણ શાખા, જિ. પં. મોરબી

મોરબી જિલ્લા પંચાયત તથા તેના તાબાની કચેરીઓના માન્ય કર્મચારીઓ માટે મોરબી જિલ્લા પંચાયત સેવા કર્મચારી મંડળ (સૂચિત)ની રચના કરવામાં આવી હતી. મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ સર્વે સર્વ સંમતિથી ચૂંટાયેલા હોદ્દેદારોને મંડળની સારી કામગીરી કરો તેવી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો