મોરબીમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આજના કુલ કેસ 9
મોરબી : આજે શનિવારે સાંજે વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે આજના કુલ કેસ 9 થયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 223 થઈ ગયો છે.
આજે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવના 9 કેસ નોંધાયા છે, જે તમામ મોરબી તાલુકાના જ છે, મોરબી તાલુકા સિવાય અન્ય તાલુકામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ આજે નોંધાયો નથી.
આજે નવા 9 કેસ નોંધાવાની સામે 11 લોકો કોરોનામાંથી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં મોરબીના 8 , હળવાડમાં 2 અને વાંકાનેરમાં 1 કોરોના દર્દીને સારુ થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વાંકાનેરના જાપાશેરીમાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.