Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 20 પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લાના કુલ કેસ 243

મોરબીના પીપળી એકજ ગામમાં 10 કેસ નોંધાયા : જિલ્લાના કુલ કેસ થયા 243 : 3 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

મોરબી : આજે રવિવારની ભલે રજા હોય પણ કોરોનાઍ રજા રાખી નથી. આજે સાંજ સુધીમાં માત્ર બે પોઝિટિવ કેસ નોંધાયા હતા પરંતુ મોડી સાંજના અચાનક કોરોના વિસ્ફોટ થયો છે, એકી સાથે 18 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં પીપળી એક જ ગામમાં 10 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 243 કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાં આજે સાંજના મોરબી શહેરના બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ વધુ 18 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. આ કેસમાં મોરબીના પીપળી એક જ ગામના 10 કેસ છે. આજે મોરબી જિલ્લાના કુલ 20 કેશમાં 19 કેશમાં મોરબી તાલુકાના 19 અને 1 હળવદ તાલુકાનો કેશ છે.

વધુમાં આજે મોરબી શહેરના ત્રણ પોઝિટિવ દર્દીઓ સાજા થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મોરબી જિલ્લાના કુલ કેસ 243 થયા છે. જેમાંથી 142 અત્યાર સુધીમાં સાજા થયા છે જ્યારે હાલ 84 કેસ એક્ટિવ છે અને કુલ 17 દર્દીઓના મૃત્યુ થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો