Placeholder canvas

મોરબી: સુભાષનગર સોસાયટી નજીક હવામાં ફાયરિંગ…

મોરબી: સુભાષનગરમાં ‘સોસાયટીની સામે નહીં બેસવાનું કહી’ એક યુવકે બંદૂક વડે હવામાં ફાયરિંગ કર્યું હતું. આ મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ સુભાષનગર ખાતે રહેતો જતીન રામજીભાઈ વામજા લાયસન્સવાળી પિસ્તોલ ધરાવે છે. અભય કુંભારવાડીયા તેની કારમાં સુભાષનગર ખાતે આવ્યો હતો અને તે કાર પાર્ક કરી જાહેરમાં ન છાજે તેવી હરકત કરતો હતો. એ સમયે જતીને સોસાયટીની સામે નહીં બેસવા માટે જણાવતા અજય કુંભારવાડિયા ત્યાંથી ગયો નહીં અને અન્ય લોકોને બોલાવ્યા. જેથી જતીને પોતાની પાસે રહેલી લાયસન્સવાળી પિસ્તોલથી હવામાં એક રાઉન્ડનું ફાયરિંગ કર્યું હતું.

આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને આ મામલે તપાસ કરતા જતીન વામજાએ પોલીસ સમક્ષ સ્વીકાર્યુ હતું કે તેને પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. જે મામલે મોરબી એ-ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો