Placeholder canvas

વાંકાનેરમાં જમીન તકરાર મામલે કાકાને ભત્રીજાએ જાનથી મારી નાખવાની ધમકી આપી.

વાંકાનેરમાં જમીન મામલે તકરાર થતા કાકાને ભત્રીજાએ જાનથી મારી નાખવાની ધમકી આપતી ઓડિયો ક્લિપ તેમના પરિવારના વ્હોટ્સએપ ગ્રુપમાં મૂકી હતી. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરની બ્રહ્મસમાજ સોસાયટી ખાતે રહેતા અને રાજકોટની મહિલા આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા શૈલેષભાઈ ખંડેખાએ કચ્છના રાપર તાલુકાના ખાંડેક ગામે રહેતા તેમના કૌટુંબિક ભત્રીજા રામાભાઇ ખાંડેખા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખાંડેક ગામમાં આવેલી જમીન બાબતે શૈલેષભાઈને તેમના ભત્રીજા રામાભાઇ સાથે તકરાર ચાલે છે. શૈલેષભાઈને પરિવારના વ્હોટ્સએપ ગ્રુપમાં તેમના ભત્રીજા રામાભાઇએ બે ઓડિયો ક્લિપ મોકલી હતી. જેમાં શૈલેષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ વ્હોટ્સએપ ગ્રુપમાં રહેલા અન્ય સગા સંબંધીઓએ પણ આ ધમકી ભરી ઓડિયો ક્લિપને સાંભળી હતી. જેથી આ બાબતે શૈલેષભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો